નવી દિલ્હીઃ માલના ટ્રાંસપોર્ટેશન પર અનિવાર્ય ઈ-વે બિલના અનુપાલનમાં 1 ઓક્ટોબરથી વધુ સરળતા આવી જશે. કાયદાકીય સંશોધનો બાદ સરકારે આ ફોર્મમાં પણ ઘણા બદલાવ કર્યા છે.
સરકારે ઈ વે બિલ જનરેટ કરવા માટે ફોર્મનું ફોર્મેટ જાહેર કરી દીધું છે. જે સોમવારથી લાગુ થશે. આમાં બિનજરુરી દસ્તાવેજો અને સૂચનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે જ કેટલીક નવી એન્ટ્રી જોડવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાંઝેક્શન ટાઈપના આધાર પર ડોક્યુમેન્ટ ટાઈપવાળા ડ્રોપ ડાઉનમાં દસ્તાવેજોની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે. કન્સાઈનર અને કન્સાઈની દ્વારા આપવામાં આવેલા એડ્રેસમાં પિન કોડના આધાર પર જ રાજ્ય અને શહેરનું નામ ઓટોપોપલેટ થશે.
ટેક્સ કેલક્યુલેશન માટે સ્ટાન્ડર્ડ રેટનું ડ્રોપ કાઉન જોડવામાં આવ્યું છે. સેસ માટે હવે એક વધારે ફિલ્ડ હશે. 10 કરોડ રુપિયાથી વધારે વેલ્યૂ વાળા સપ્લાય પર ફોર્મ જનરેટ કરતા જ કન્સાઈનર અને કન્સાઈનીની એસએમએસ એલર્ટ આવી જશે અને ઓનલાઈન પોપઅપ પણ ખુલશે.
તો આ સાથે જ ટ્રાંસપોટર્સને કેટલીક રાહત આપવામાં આવી છે તો હવે ઈ વે બિલની પાર્ટ 1 સ્લિપ જનરેટ કરવા માટે ટ્રાંસપોટર્સનું આઈડી એટેચ કરવું અનિવાર્ય રહેશે. નવી જોગવાઈઓ અંતર્ગત જો ટ્રેડર ટ્રાંસપોર્ટરોના ગોડાઉનને પોતાનું એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ જાહેર કરી દે તો માલ ગોડાઉન સુધી પહોંચતા જ ટ્રાસપોર્ટેશન પૂર્ણ માની લેવામાં આવશે અને ત્યારબાદ ટ્રાંસપોર્ટરને ઈ-વે બિલની વેલિડિટી વધારવાની જરુર નહી રહે.
આ જ પ્રકારે હવે નાની મોટી ભૂલો માટે 1000 રુપિયા સુધીનો દંડ આપવામાં આવ્યો છે. ત્યારે રોડ પર ઓફિસરો દ્વારા કરવામાં આવતી મનમાની પણ ખતમ થઈ જશે. ઈ-વે બિલના નવા ફોર્મેટમાં વધારે ઓટોપોપ્યુલેટેડ ફીલ્ડ જોડીને એન્ટ્રીઝનો બોજ ઓછો કરવામાં આવ્યો છે.
ઈ-કોમર્સ કંપનીઓ પર 1 ઓક્ટોબરથી તમામ ટ્રાંઝેક્શન પર 1 ટકા ટીસીએસ કાપીને જમા કરાવવાની જવાબદારી બાદ તેમને દરેક રાજ્યમાં રજિસ્ટ્રેશન લેવું પડશે. હવે તેમને ઈટ્રાસ્ટેટ ઈ-વે બિલનું પણ અનુપાલન કરવું પડશે. તો પંજાબ, અને ગુજરાત સહિત આશરે સાત રાજ્યોએ 1 ઓક્ટોબરથી જોબ વર્ક માટે મેન્યુફેક્ચરરના ત્યાંથી આવી રહેલા અથવા ફિનિશ્ડ થઈને જઈ રહેલા માલને ઈટ્રાસ્ટેટ ઈ-વે બિલથી મુક્ટ કરી દેવામાં આવ્યા છે. બિહાર, પશ્ચિમ બંગાળે કાપડને આનાથી મુક્ત રાખવાનો નિર્ણય કર્યો છે.