આગામી સમયમાં એરલાઈન્સના ભાડા વધવાની શક્યતા

નવી દિલ્હીઃ તહેવારોમાં સસ્તી વિમાન મુસાફરીની ઇચ્છા રાખતા હોવ તો તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. કારણ કે, વિમાન મુસાફરીની સર્વિસ આપતી એરલાઇન્સ કંપનીઓને ડર છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી ત્રણ-ચાર દિવસમાં એવિએશન ટર્બાઇન ફ્યૂઅલના ભાવ વધારી શકે છે. કારણ કે, કેન્દ્ર સરકાર બુધવારે જ એટીએફ પરની પાંચ ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લાદવાની જાહેરાત કરી છે. એરલાઇન્સ કંપનીઓનું માનવું છે કે, ભારતમાં વિમાન ઇંધણના ભાવ પહેલાંથી જ ઘણા ઊંચા છે.
ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને લીધે ક્રૂડ ઓઇલનો પડતર ઘણો વધી ગયો છે. જેના કારણે એરલાઇન્સ કંપનીઓનું છેલ્લાં એક-દોઢ મહિનામાં ઓપરેટિંગ ખર્ચ વધી ગયું છે અને તેમાંય ગળાકાપ સ્પર્ધાને કારણે આ ખર્ચ પણ ગ્રાહકો પાસેથી વસૂલી શકતા નથી. પણ જો હવે ભાડાં નહી વધારીયે તો બાકીની એરલાઇન્સ કંપનીઓની હાલત એરઇન્ડિયા કે જેટ એરવેઝ જેવી થઇ શકે છે.

એરલાઇન્સ કંપનીના અધિકારીઓનું માનવું છે કે, ટૂંક સમયમાં શરૂ થનાર પીક ટ્રાવેલ સિઝનમાં વિમાન ભાડાં વધવાની પૂરેપુરી સંભાવના છે. એટીએફના ભાવ વધવાના ડરથી ગુરુવારના રોજ લિસ્ટેડ ત્રણ એરલાઇન્સ કંપનીઓના શેર ભાવ વર્ષના તળિયે ક્વોટ થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]