BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર નેટ પિક્સ શોર્ટ્સ ડિજિટલ મીડિયા લિસ્ટ થઈ

BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર તાજેતરમાં સાતમી કંપની નેટ પિક્સ શોર્ટ્સ ડિજિટલ મીડિયા લિમિટેડ લિસ્ટેડ થઈ છે. BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ શરૂ કરવાની મંજૂરી 22 ડિસેમ્બર, 2018ના રોજ મળી હતી.

નેટ પિક્સ શોર્ટ્સ ડિજિટલ મીડિયા રૂ.10ની મૂળ કિંમતના 9,00,000 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.30 ભાવે મળીને કુલ રૂ.270 લાખના ઈક્વિટી શેર્સ ઓફર કર્યા હતા. તેનો પબ્લિક ઈશ્યુ 23 નવેમ્બર, 2020ના રોજ સંપન્ન થયો હતો.

નેટ પિક્સ શોર્ટ્સ ડિજિટલ મીડિયા મહારાષ્ટ્ર સ્થિતિ કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. આ કંપની શોર્ટ ફિલ્મ કન્ટેન્ટ્સ સર્જે છે અને તેને વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પબ્લિશ કરે છે. ઈશ્યુની લીડ મનેજર આર્યમન ફાઈનાન્સિયલ લિમિટેડ હતી.

BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર છ કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.26.8 કરોડ એકત્ર કર્યા છે આમ તેમનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 2 ડિસમ્બર, 2020ના રોજ 79.20 કરોડ થયું છે, જે 100 ટકા બજાર હિસ્સાને દર્શાવે છે.