અનિલ અંબાણીની કંપનીને મોટો ઝાટકો, નેવીએ કરી દંડાત્મક કાર્યવાહી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય નેવીએ તેમને એક મોટો ઝાટકો આપ્યો છે. હકીકતમાં નેવીએ RNEL સાથે 3000 કરોડ રુપિયાનો સોદો કર્યો હતો. આ અંતર્ગત RNEL ને પાંચ મરીન બોટ્સ બનાવીને નેવીને આપી હતી. આ પ્રોજેક્ટને પૂર્ણ થયે ચાર વર્ષથી વધારેનો સમય વીતી ગયા બાદ નેવીએ રિલાયન્સની બેંક ગેરન્ટી જપ્ત કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બેંક ગેરન્ટી કુલ સોદાના 10 ટકા હતી.

આ વાતની જાણકારી નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબાએ આપી. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી RNEL નો સવાલ છે ત્યારે તેમની સાથે કોઈ અલગ વ્યવહાર નથી કરવામાં આવ્યો. તેમની બેંક ગેરન્ટીને નેવીએ જપ્ત કરી લીધી છે. કંપની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તેમણે એ પણ જણાવ્યું કે  naval offshore patrol vessels આ કોન્ટ્રાક્ટ રદ્દ નથી કરવામાં આવ્યો. આના પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. આ બોટ દેશના ઈકોનોમિક ઝોન પર નજર રાખવાનું અને એન્ટી પાઈરેસી, તેમજ તટોની સુરક્ષા અને શિપિંગ લેનના બચાવનું કાર્ય કરશે.

નેવી અને પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ વચ્ચે આ સોદો 2011માં કરવામાં આવ્યો હતો. 2016માં અનિલ અંબાણી સમૂહે આને ખરીદી લીધું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રોજેક્ટ ઘણીવાર ડિલે થઈ ચૂક્યો છે અને અત્યારે તે પોતાના નક્કી સમયથી ચાર વર્ષે લેટ ચાલી રહ્યો છે. જુલાઈ 2017માં RNEL દ્વારા ગુજરાતના પિપાવાવ સ્થિત પોતાના શિપયાર્ડ પર પહેલા બે patrol vessels ને લોન્ચ કર્યા હતા. આ પણ આ જ P-21 પ્રોજેક્ટનો ભાગ હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]