મુંબઈ: BSE SME પ્લેટફોર્મ પર 332મી કંપની MRP એગ્રો લિમિટેડ લિસ્ટ થઈ છે. MRP એગ્રોએ રૂ.10ની મૂળ કિંમતના 8.10 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.40ના ભાવે ઓફર કર્યા હતા. કંપનીએ તેના પબ્લિક ઈશ્યુને 10 ફેબ્રુઆરી, 2021ના રોજ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કંપની મુખ્યત્વે અનાજ, ફ્લાય એશ અને કોલસાના વેપારમાં છે. આ પ્રોડક્ટસના આયાત અને નિકાસ ક્ષેત્રમાં પણ કાર્ય કરે છે. કંપની આ પ્રોડક્ટની ઘરઆંગણે ખરીદી કરી તેને ગ્રાહકોને વેચે છે.
BSE SME પરની 95 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 331 કંપનીઓએ બજારમાંથી રૂ.3,381.40 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 17 ફેબ્રુઆરી, 2021ના રોજ રૂ.21,564.42 કરોડ હતું. આ ક્ષેત્રમાં BSE 61 ટકા બજાર હિસ્સો ધરાવે છે.






