મુંબઈઃ સરકારી એજન્સીઓનાં ઉત્પાદનોને વેચવા માટે અનેક રાજ્યોએ ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોન સાથે સમજૂતીઓ (MOU) કરતાં વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ નારાજગી દર્શાવી છે અને આ સમજૂતીઓને ઘણી જ કમનસીબ અને ખેદજનક તરીકે ઓળખાવી છે.
CAIT સંસ્થાનું કહેવું છે કે આવી સમજૂતીઓ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પ્રચારનો સંપૂર્ણ વિરોધાભાસ કરનારી છે. સંસ્થાએ આ સંદર્ભમાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને લેખિતમાં રજૂઆત કરી છે અને કહ્યું છે કે વેપારીઓ એમની માગણીના ટેકામાં તમામ રાજ્યોમાં વિરોધ-દેખાવો યોજશે.