મંદી દૂર કરવા મોટા પ્લાન સાથે PM કાર્યાલયને સોંપાઈ યોજના, ગ્રોથ વધારાશે

નવી દિલ્હીઃ છેલ્લાં એક વર્ષથી ભારત ફરવા માટે ઓછા વિદેશીઓ આવી રહ્યાં છે. ગત વર્ષે અને આ વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં વિદેશી પર્યટકોની સંખ્યાનો ગ્રોથ ઘટી ગયો છે. પર્યટન ઉદ્યોગની આ સુસ્તીને દૂર કરવા માટે પર્યટન મંત્રાલયે વિદેશી પર્યટકોની સંખ્યા વધારવા માટે વડાપ્રધાન કાર્યાલયને એક યોજના સોંપી છે.

પર્યટન મંત્રાલય માને છે કે તેણે વડાપ્રધાન કાર્યાલયને એક યોજના સોંપી છે, જેના પર અમલ કરીને મોટી સંખ્યામાં વિદેશી પર્યટકોને ભારત બોલાવી શકાય છે. પર્યટન વિભાગે દેશમાં પર્યટનના વિકાસ માટે એક સાથે ઘણા મોરચે કામ કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

પર્યટન સ્થળના રુપમમાં વિકસિત કરવા માટે બજેટમાં જે 17 સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે આ યોજનાનો માત્ર એક ભાગ છે. પર્યટન મંત્રાલય આ સમયે એક મોટા પ્લાન પર કામ કરી રહ્યું છે, જેના પર અમલ કરવા પર પર્યટન ઉદ્યોગની મંદીને દૂર કરી શકાય છે.

પર્યટન વિભાગના સૂત્રો અનુસાર આ એક સમગ્ર યોજના હશે, જેના માધ્યમથી પર્યટકોની સંખ્યા વધારવા માટે ઘણા મોરચાઓ પર એક સાથે કામ કરવામાં આવશે. મંત્રાલય 17 મહત્વપૂર્ણ સ્થળો માટે માસ્ટર પ્લાન પહેલા જ બનાવી ચૂક્યું છે, મંત્રાલયે 17 મહત્વપૂર્ણ સ્થળો માટે માસ્ટર પ્લાન પહેલાં જ બનાવી ચૂક્યું છે, મંત્રાલયે આના પર તમામ સંબંધિત પક્ષો પાસેથી ભલામણો માંગી છે અને આના માટે સલાહકારની પણ નિમણૂક કરવામાં આવી ચૂકી છે.

પર્યટન ઉદ્યોગ દ્વારા પણ ઘણી માંગો આવી છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઘણી વસ્તુઓ પ્રક્રિયામાં છે, પર્યટન ઉદ્યોગની કેટલીક માંગો પર ગૃહ મંત્રાલય પણ વિચાર કરી રહ્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પર્યન ઉદ્યોગને વેગ આપવા માટે 17 મહત્વપૂર્ણ સ્થળોને વિશ્વસ્તરીય પર્યટક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.

આ 17 મહત્વપૂર્ણ સ્થળોની યાદીમાં તાજ મહેલ અને ફતેહપુર સીકરી, અજંતા એલોરા, લાલ કિલ્લો, કુતુબ મીનાર, હંપી, સોમનાથ અને આમેરના લાલ કિલ્લાનો સમાવેશ થાય છે. વર્ષના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પર્યટકોની સંખ્યા ગત વર્ષના મુકાબલે 1.9 ટકાના મામૂલી વધારા સાથે 39.3 લાખ પર ચાલી રહી છે.

વર્ષ 2018માં પર્યટકોની સંખ્યા 5.2 ટકાના વધારા સાથે 1.05 કરોડ રહી હતી, જ્યારે તેના પહેલાના વર્ષમાં પર્યટકોની સંખ્યામાં 14 ટકાનો વધારો થયો હતો. પર્યટન મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે પર્યટકોની સંખ્યામાં વધારો ઓછો થવાના મહત્વપૂર્ણ કારણોમાં ગત વર્ષે કેરળમાં આવેલા પૂર અને આ વર્ષે પુલવામાં હુમલા જેવા કારણોનો સમાવેશ થાય છે.