નવી દિલ્હીઃ મારુતી દ્વારા પોતાની એક મોસ્ટ પોપ્યુલર કાર જિપ્સીને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મારુતી દ્વારા પોતાની અન્ય એક પોપ્યુલર કાર ઓમનીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મારુતી આવતા વર્ષે જિપ્સીની જગ્યાએ જિમ્ની નામની એક કાર લોન્ચ કરે તેવી શક્યતાઓ છે.
કંપનીએ સ્પષ્ટતા કરી કે માર્ચ 2019 બાદ મારૂતિ જિપ્સીનું પ્રેડક્શવ બંધ કરી દેવામાં આવશે. મારૂતિ જીપ્સી લગભગ 3 દશક સુધી ભારતીય બજારમાં રહી હતી. આ કાર અને જીપ વચ્ચેનું અંતર દુર કરવામાં સૌથી સફળ રહી છે. હાલના સમયમાં બજારમાં જે જિપ્સીને છે તેમા તેનું એન્જીન 1.3 લિટર MPFT BS4 એન્જીન આપવામાં આવી રહ્યું છે. જિપ્સી જિપ્સી બીએસ 4ની અનુરૂપ છે, પરંતુ તે ભવિષ્યમાં વાહન ઉદ્યોગ માટે બનાવા ગયેલા નિયમોમાંનો અનુરૂપ નોહતી જે 1 એપ્રિલ 2019થી લાગુ થવા જઇ રહ્યા છે.
ક્રેશ ટેસ્ટ અને એમિશન નોર્મની સૌથી પહેલી શરત ABS અને એયપબેગનું વાહનમાં હોવું જરૂરી છે. જે જિપ્સીમાં નથી. એકત મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે આ જ કરાણે કંપની જિપ્સીનું ઉત્પાદન બંધ કરી રહી છે.
કાર એન્ડ બાઇકની રિપોર્ટ અનુસાર 1.3 લિટરનું એન્જીન જિપ્સીમાં 80 બીએચપીનો પાવર જનરેટ કરે છે. જે 4WD ટેકનિક સાથે આવે છે. જિપ્સીનો સૌથી વધારે ઉપયોગ સરકારી, સૈન્ય અને પોલીસમાં થાય છે. મારૂતિ સુઝુકી જિમ્નીની શરૂઆતની કિંમત 8 લાખ રૂપિયા હોવાની આશા રાખવામાં આવી છે.