રોયલ એનફિલ્ડે ભારતમાં લોન્ચ કરી બે નવી મોટરસાઈકલઃ કિંમત અઢી લાખથી શરૂ

મુંબઈ – રોયલ એનફિલ્ડ કંપનીએ ભારતમાં બે મિડ-સાઈઝ મોટરસાઈકલ લોન્ચ કરી છે. એક છે, કોન્ટિનેન્ટલ GT 650 ટ્વિન અને બીજી છે, ઈન્ટરસેપ્ટર INT ટ્વિન.

ઈન્ટરસેપ્ટર INT 650ની કિંમત છે રૂ. 2.50 લાખ અને કોન્ટિનેન્ટલ GT 650ની કિંમત છે રૂ. 2.65 લાખ (એક્સ-શોરૂમ).

કંપનીએ કહ્યું છે કે આ બંને મોડેલની મોટરસાઈકલ ભારતભરમાં 14 મહત્ત્વનાં મેટ્રો શહેરો અને મિની શહેરોમાં તેના 120 ડિલરને ત્યાંથી ઉપલબ્ધ થશે.

બંને મોટરસાઈકલ દેશભરમાં તબક્કાવાર ઉપલબ્ધ કરવામાં આવશે.

ટ્વિન મોટરસાઈકલ્સ માટેનું બુકિંગ 14 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે.

મોટરસાઈકલ્સ નવેમ્બરના અંત સુધીમાં ડિલીવર કરવામાં આવશે.