BSE SME પર માર્કેટ-કેપ રૂ. 60,000 કરોડ ઉપરઃ સોમવારે ઉજવણી

મુંબઈઃ દેશના અગ્રણી બહુવિધ એક્સચેન્જ બીએસઈએ તાજેતરમાં બે સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાંની એક એ છે કે બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 400ની થઈ જવાની છે અને બીજી એ સિદ્ધિ છે કે એ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 60,000 કરોડની સપાટી વટાવી ગયું છે. સોમવારે બીએસઈ એસએમઈ પર વધુ ચારેક કંપનીઓ લિસ્ટેડ થવાની હોવાથી કુલ સંખ્યા ૪૦૦ ઉપર પહોંચી જશે.

ઉક્ત ઉપલબ્ધિઓની ઉજવણી બીએસઈ ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં 10 ઓક્ટોબર, 2022 અને સોમવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિપદે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ તેમ જ ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલ હાજર રહેશે.