નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની શ્યોમી આવનારા કેટલાક મહીનામાં IPO લાવવાની તૈયારીમાં છે. આ ગત ચાર વર્ષમાં દુનિયાના સૌથી મોટા IPO પૈકીનો એક છે. આ IPO પર ભારત સહિત દુનિયાભરની નજર રહેલી છે.
ખાસ જો જોવા જઈએ તો આ IPO ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હકીકતમાં આમાં શ્યોમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુકુમાર જૈનને એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન અંતર્ગત શેર મળ્યા છે. શ્યોમીના ગ્લોબલ વાઈસ પ્રેસિડેંટ મનુ જૈન પાસે 23 લાખ શેર્સ છે અને તેઓ ESPO અંતર્ગત શેર પ્રાપ્ત કરનારા એકમાત્ર વિદેશી છે. IPO આવશે ત્યારે મનુ જૈનને કરોડો રૂપીયા મળશે તે વાત નક્કી છે.
શ્યોમીની વેલ્યુએશન આશરે 80-100 અરબ ડોલર લગાવવામાં આવે તેવી શક્યતાઓ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીનો આશરે 10 ડોલરનો આઈપીઓ આવી શકે છે. એટલે કે આ 2014માં અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ બાદ સૌથી મોટા ચાઈનીઝ ટેક આઈપીઓ હોઈ શકે છે. અલીબાબાએ લિસ્ટિંગથી 21.8 અરબ ડોલર જેટલી રકમ એકત્ર કરી હતી.