મે માસમાં આવશે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મેગા સેલ

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ અને એમેઝોન વચ્ચે ફરી એકવાર ટક્કર જામવાની છે. બંન્ને કંપનીઓ મે માસના મધ્યાંતરમાં મેગા સેલ્સ લાવવા જઈ રહી છે. ફ્લિપકાર્ટે તો આ સેલ માટે તારીખ પણ નક્કી કરી દીધી અને જણાવ્યું છે કે બિગ શોપિંગ ડેયઝ સેલ 13-16 મે સુધી હશે. ઈંડસ્ટ્રીના બે સીનિયર એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે અમેરિકી કંપની એમેઝોન પણ આ દરમિયાન જ ઓફર્સનો વરસાદ કરશે.

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ સેલની તારીખ અંગે જાહેરાત કરી છે. એમેઝોન ઈંડિયાના વાઈસ પ્રેસિડેંટ મનીષ તિવારીએ જણાવ્યું કે આ સમરના સમયમાં અમે એક મોટા સેલ ઈવેંટની જગ્યાએ ઘણાબધા નાના પરંતુ એક્સાઈટિંગ સેલની સીરીઝ તૈયાર કરી છે. તેમણે જણાવ્યું કે આગલુ સેલિબ્રેશન એમેઝોન ઈંડિયા પર જલ્દી જ આવશે.

ઈંડસ્ટ્રી એક્ઝીક્યુટિવ્સે આગામી સેલને એન્યુઅલ ફેસ્ટિવ ઈવેન્ટનુ નાનું વર્ઝન ગણાવ્યું છે. આ દરમિયાન ડિસ્કાઉન્ટ 70 થી 80 ટકા સુધી પ્રાપ્ત થઈ શકે છે. સ્માર્ટફોન્સ અને કંન્ઝ્યુમર ઈલેટ્રોનિક્સ પર 10 થી 20 ટકા જેટલી છૂટ મળી શકે છે. ભારતમાં ઓનલાઈન સેલ્સનો 60 ટકા જેટલો ભાગ આ જ કેટેગરીનો છે.