વિડિયોકોન ગ્રુપની ડઝનથી વધારે ફર્મો વિરૂદ્ધ કોર્ટમાં પહોંચી બેંકો

નવી દિલ્હીઃ એસબીઆઈના નેતૃત્વમાં ઘણી બેંકોએ વિડિયોકોન ગ્રુપની ડઝનથી વધારે કંપનીઓ વિરૂદ્ધ અદાલતમાં અરજી દાખલ કરી છે. આ કંપનીઓ પાસેથી બેંકોને આશરે 13 હજાર કરોડ રૂપિયાની રીકવરી કરવાની છે. બેંકોના આ નિર્ણયથી આ કંપનીઓ માટે કોમ્પ્રેહેન્સિવ રીઝોલ્યુશન પ્લાન તૈયાર કરવામાં મદદ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંકોએ નેશનલ કંપની લો ટ્રાઈબ્યુનલમાં કેસ ફાઈલ કરવા માટે ચાર ક્લસ્ટર્સ બનાવ્યા છે. આ ક્લસ્ટર્સને ઓપરેશનલ કેસ માટે બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિડિયોકોન ગ્રુપની કંપનીઓને લઈને અલગ અલગ બેંકોએ અરજી દાખલ કરી છે પરંતુ તે અરજીઓ હજી સુધી સ્વીકારાઈ નથી. મુંબઈની કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ શકે છે. આની સાથે જોડાયેલી બેંકોએ ચાર આઈઆરપીની નિયુક્તિ કરી છે. આમાં સિંધી એડવાઈઝર્સના દિવ્યેશ દેસાઈ, પીડબલ્યૂસી ઈંડિયાના મહેન્દ્ર ખંડેલવાર અને કોસ્ટ અકાઉન્ટન્ટ દુષ્યત દવે સમાવિષ્ટ છે.

આમાંથી પ્રત્યેકને વિડિયોકોન ગ્રુપના એક ક્લસ્ટરની જવાબદારી આપવામાં આવી છે. પ્રત્યેક ક્લસ્ટરમાં ગ્રુપની ત્રણ સબ્સિડિયરી કંપનીઓને રાખવામાં આવી છે. અન્ય એક ક્લસ્ટર છે કે જેમાં ચાર કંપનીઓ સમાવિષ્ટ છે એના માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવિલ મેંજેજને આઈઆરપી બનાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે પણ અપોઈનમેન્ટ કરવામાં આવ્યા છે તેમના પર એનસીએલટીની મંજૂરી લેવી પડશે. જો કે આઈઆરપીના ટ્રેક રેકોર્ડને જોતા એનસીએલટી તેમની નિયુક્તિ પર મહોર લગાવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]