મુંબઈઃ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) તથા માઈક્રોસોફ્ટ ઈન્ડિયાએ દેશમાં ગ્રાહકોને શ્રેષ્ઠતમ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડવા માટે નિયમનકારી ક્ષેત્ર-કેન્દ્રિત ક્લાઉડ સેવા ડેવલપ કરવા માટે કરાર કર્યો છે.
આર્કિટેક્ચર્સ તથા રોડ મેપ્સ તૈયાર કરવા માટે નિયમિત કરાયેલા ક્ષેત્રોમાં મોટા કદના ગ્રાહકોને સેવા પૂરી પાડવા તથા પોતપોતાના પરંપરાગત ડેટા સેન્ટરોને આધુનિક સ્વરૂપ આપવા માટે એલએન્ડટી અને માઈક્રોસોફ્ટ ઈન્ડિયા સાથે મળીને કામ કરશે. સમજૂતી (MoU) અનુસાર, બંને આગેવાન કંપનીઓ એક સંયુક્ત શાસન ગ્રુપની રચના કરશે, જે નિયમિત કરાયેલા ક્ષેત્રોમાં ઉભરતી ટેક્નોલોજીની જરૂરિયાતોને પહોંચી વળવા ડિઝાઈન્સ, ઈન્વેસ્ટમેન્ટ્સ, કમર્શિયલ/બિઝનેસ મોડલ્સ માટે ભાવિ મંચ તૈયાર કરશે.