એલપીજી સિલિન્ડરની કીંમતમાં થયો 1.76 રુપિયાનો વધારો

નવી દિલ્હીઃ એલપીજી ગેસની કીંમતમાં આજથી વધારો થયો છે. આજથી એલપીજી ગેસની કીંમતમાં 1.76 રુપિયાનો વધારો થયો છે. કીંમતોમાં વધારો નવા બેઝ પ્રાઈસને લઈને ટેક્સમાં થયેલા બદલાવના કારણે કરવામાં આવી છે. તો ગ્લોબલ રેટ્સમાં વધારાને લઈને દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરોની કીંમતમાં 35.50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ મામલે ઈંડિયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું કે આ બદલાવ બાદ દિલ્હીમાં સબસિડી યુક્ત એલપીજી સિલિન્ડરની કીંમત 498.02 રુપિયા થઈ જશે જ્યારે અત્યાર સુધી આની કીંમત 496.26 રુપિયા હતી. તો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કીંમત દિલ્હીમાં 789.50 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ જશે.

તમામ એલપીજી ગ્રાહકોએ એલપીજીની ખરીદી માર્કેટ પ્રાઈઝ પર કરવાની હોય છે. જો કે સરકાર એક વર્ષમાં પ્રત્યેક પરિવારને 14.2 કિલોગ્રામના 12 સબ્સિડાઈઝ્ડ સિલિન્ડર આપે છે પરંતુ સબસિડી સીધી જ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.