4 દિવસ સતત બેંક બંધ રહેશે, પહેલાં જ પતાવી લો આ 3 કામ

નવી દિલ્હીઃ આપણે જાણીએ છીએ કે 31 માર્ચ દરેક નાણાકીય વર્ષ માટે ક્લોઝીંગનો દિવસ હોય છે. આ પહેલા ટેક્સ અને બેંકિંગ સાથે જોડાયેલા ઘણા કામ પૂરા કરવા પડે છે. તો આ સાથે જ બેંકોએ પણ આ સમયે પોતાના આખા વર્ષનો હિસાબ પતાવાનો હોય છે. એટલા માટે જ 31 માર્ચની આસપાસ બેંકોમાં ભીડ વધી જાય છે. જો તમે આ વખતે 31 માર્ચની આસપાસ પોતાના બેંક સાથે જોડાયેલા કામો પતાવવાનો પ્લાન બનાવ્યો છે તો તેને રીશીડ્યૂલ કરી લો.

આ વર્ષે 29 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે બેંક સતત 4 દિવસ સુધી બંધ રહેશે. 29 માર્ચના રોજ મહાવીર જયંતી, 30 તારીખે ગુડ ફ્રાઈડે, 31 માર્ચના રોજ અંતિમ શનિવાર અને 1 એપ્રિલના રોજ રવિવાર છે એટલે બેંક બંધ રહેશે. ત્યારે આ સમયે આપને પોતાના કામો પહેલા જ પતાવી લેવા પડશે.

બેંકો બંધ રહેવાની છે તેની મોટી અસર વ્યાપારીઓને પડશે. માર્ચ એન્ડીંગ અને સતત ચાર દિવસ બેંક બંધ છે એટલા માટે વ્યાપારીઓએ પોતાના બેંકને લગતા કામો અગાઉથી જ પતાવી લેવા પડશે. મંથ એન્ડીંગને લઈને ઘણા ટેક્સ કમ્પલાઈંસ, લોન રીપેમેંટ, અને ઈન્શ્યોરંસ પ્રિમિયમ માટે પણ બેંકો પાસેથી અલગ અલગ પ્રકારના સર્ટીફિકેટ અને એનઓસીની જરૂરીયાત પડે છે. આ સીવાય ટીએસટીઆર-3નું ફાઈલિંગ પણ આ જ મહિને છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ વખતે બેંકને લગતા કામે વહેલા જ પતાવી લેવા પડશે.