યૂનિયન બેંક અને BOI દ્વારા નીરવ મોદી વિરૂદ્ધ અમેરિકામાં કાર્યવાહી

નવી દિલ્હીઃ યૂનિયન બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પીએનબી ફ્રોડ મામલે નીરવ મોદીની કંપની વિરૂદ્ધ એક થઈને અમેરિકાની અદાલત સાથે સંપર્ક કર્યો છે. હકીકતમાં નીરવ મોદીની માલિકીની કંપની ફાયર સ્ટાર ડાયમંડે અમેરિકામાં ચેપ્ટર 11 અંતર્ગત બેંકરપ્સી માટે રજૂઆત કરી હતી. બંને સરકારી બેંક ઈચ્છે છે કે કોર્ટ તેમને કોર્ટ કાર્યવાહીનો ભાગ બનવાની મંજૂરી આપે. બંને બેંકોએ અમેરિકી લો ફર્મ હિલ રિકિંસ દ્વારા આદાલત પાસે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવાની મંજૂરી માગી છે. તેમણે આ મામલે જાહેર કરવામાં આવેલી નોટિસ અને પેપર્સની એક નકલ પણ માગી છે.

બેંકો દ્વારા કોર્ટને મોકલવામાં આવેલા આવેદનને ઈટી દ્વારા જોવામાં આવ્યું છે. અમેરિકી બેંકરપ્સી કોડના પ્રકરણ 11 અંતર્ગત કંપનીઓને કોર્ટની નજરમાં પોતાની રિઓર્ગેનાઈઝેશન પ્રક્રિયા અંતર્ગત ક્રેડિટર્સ પ્રોટેક્શન આપવામાં આવે છે. પ્રોસેસ અંતર્ગત કોઈ એંટિટિને એવું લાગે કે આ મામલામાં તેનું કંઈ હિત થઈ શકે છે અથવા તો તે દાવો કરી શકે છે તેવા સમયે એપીયરંસ માટે તે ફાઈલ કરી શકે છે અને એટોર્ની દ્વારા આ મામલે આપવામાં આવેલી નોટિસ અને સંબંધીત દસ્તાવેજોની માંગણી કરી શકે છે. આ પ્રકારે બંન્ને બેંક પ્રોસેસ સંબધિત તમામ દસ્તાવેજોની કોપી માંગી રહ્યા છે અને આ સમગ્ર કેસની સુનાવણીમાં પણ સમાવીષ્ટ થવા માંગે છે.