નવી દિલ્હીઃ આવતા વર્ષે એટલે કે 2019 સુધીમાં ઘણા દેશોમાં 5જી સર્વિસ શરુ થઈ જશે. ભારત પણ મેક ઈન ઈન્ડિયા ડિજિટલ ઈંડિયાને વધુ આગળ વધારવા માટે 5જી એટલે કે ફિફ્થ જનરેશન ટેક્નોલોજી લાવવાની તૈયારીમાં લાગ્યું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવા આવવાથી જીવન પૂર્ણતઃ બદલાઈ જશે.
5જી ન માત્ર ઈન્ટરનેટ સ્પીડને વધારી દેશે પરંતુ ટેક્નોલોજીની દુનિયામાં પણ એક ક્રાંતી લઈ આવશે. 5જીનાદ દોરમાં લાખો ડિવાઈસીસ એકબીજાના સંપર્કમાં રહેશે. તમારુ ડિવાઈઝ ઘર પર ઉપસ્થિત ડિવાઈઝ એટલે કે ફ્રિઝથી લઈને તમારા સિક્યોરિટી સિસ્ટમ સુધી કનેક્ટેડ રહેશે. ભારતમાં 5જી નેટવર્ક 2022 સુધી આવશે.
સૌથી પહેલા તો એ જાણવું જરુરી છે કે 5જી શું છે. 5જીને મોબાઈલ ઈન્ટરનેટને પાંચમી પેઢી કહી શકાય. કેટલાક વર્ષોના સમયગાળા બાદ મોબાઈલ ઈન્ડસ્ટ્રી એક ઉત્કૃષ્ઠ સ્પીડ માટે પોતાને અપગ્રેડ કરેશે. 5જી એટલે કે બાઈ સ્પીડ ઈન્ટરનેટ. 5જી નેટવર્ક 1 સેકન્ડમાં 20 ગીગાબાઈટ્સ સુધીની સ્પીડ પકડી શકશે. 3જી અને 4જીના મુકાબલે આના દ્વારા 2 ગણુ વધારે તેજીથી ડેટા ડાઉનલોડ અને ટ્રાંસફર કરી શકાશે. આમાં એક સાથે ઘણા ડિવાઈઝને ઈન્ટરનેટથી જોડી શકાશે.
5જી દ્વારા સ્વચાલિત કારણ એકબીજા સાથે ઉત્કૃષ્ઠ સંવાદ કરી શકશે અને ટ્રાફિક તેમજ મેપ સાથે જોડાયેલો ડેટા લાઈવ શેર કરી શકશે. માની લો કે શહેરોમાં અલગ અલગ સેન્સર લાગેલા છે તો પછી ચાલતા જતા લોકો અને વાહનોની મૂવમેન્ટ પર નજર રાખી શકાય છે અને ઓટોમેટિકલી ટ્રાફિક લાઈટ્સનું સંચાલન કરીને જામ થવાની સ્થિતીને રોકી શકાશે.
5જી સર્વિસથી લેસ સ્માર્ટ હોમ્સ સિક્યોરિટી સિસ્ટમ, વિજળી અને પાણીના વપરાશને પણ મેનેજ કરી શકશે. એક સ્માર્ટ હોમ ઘરના તમામ કામ કરી શકશે અને વિજળીનો વ્યય પણ રોકશે. તો સાથે જ આ તમારી તબીયતનો પણ ખ્યાલ રાખશે. ઈમર્જન્સી હોવા પર આના દ્વારા ડોક્ટરને પણ બોલાવી શકાશે.