અનંત અંબાણીથી અજય દેવગણ સુધી, આ છે રોલ્સ રોયસ કલિનના ફેમસ માલિક…

નવી દિલ્હીઃ રોલ્સ રોયસે દ્વારા વર્ષ 2018 ના અંતમાં કલિનન લક્ઝરી એસયૂવીને લોન્ચ કરવામાં આવી હતી અને તેની કીંમત 6.95 કરોડ રુપિયા રાખવામાં આવી હતી. ભારતમાં વેચાનારી આ સૌથી મોંઘી એસયૂવી છે અને સૌથી વધારે લક્ઝરી પણ. ઘણા લક્ઝરી ફીચર્સથી લેસ આ એક સમાન રુપથી સીલ કેબિન સાથે પણ આવે છે, જે આ કેબિનમાં રહેનારા લોકો માટે શાંતિ બનાવી રાખે છે. આ એક એવી શાનદાર એસયૂવી છે કે જે દુનિયામાં સૌથી મોંઘી અને શાનદાર એસયૂવી પૈકી એક છે. અને એટલા માટે જ આને ખરીદનારા કોઈ સેલેબ્રિટીથી કમ નથી. કેટલાક ભારતીયોએ પણ આ કાર ખરીદી છે.

અંબાણીના ગેરેજમાં ઘણા પ્રકારની સારી અને મોંઘી કારો ઉપસ્થિત છે. આ તમામ કારોમાં અંબાણીના ગેરેજમાં લેટેસ્ટ એડિશન રોલ્સ રોયસ કલિનન છે, જેમાં એક અલગ જ પેઈન્ટ જોબ શામિલ છે, વિશેષ રુપથી આછો બ્રાઉન શેડ જોવા મળે છે. જો કે, હજી સુધી એ ખ્યાલ નથી આવ્યો કે અંબાણીની આ કારનું ઈન્ટિરીયર કસ્ટમાઈઝ્ડ છે કે નહી. અનંત અંબાણી થોડા સપ્તાહ પહેલા જ આ કારમાં દેખાયા હતા.

બોલીવુડ સેલેબ્રિટી અજય દેવગણ ગાડીઓના બહુ શોખીન નથી, પરંતુ તેમના ગેરેજમાં લેન્ડ રોવર, મિની કૂપર, BMW Z4 અને અન્ય ઘણી ગાડીઓ શામિલ છે. આ સીવાય તેમની પાસે તાજેતરમાં જ રોલ્સ રોયસ કલિનન પણ શામિલ થઈ છે જે ડાર્ક રંગની છે. જો કે આ એક્ટર આ કાર સાથે હજી દેખાયા નથી, પરંતુ સરકારી રેકોર્ડ અનુસાર બ્રાંડ ન્યૂ કલિનનનો રજીસ્ટ્રેશન નંબર અજય દેવગણના નામ પર છે.