બેનેલી ઈન્ડિયાનું Leoncino 250 બાઈક ભારતમાં લોન્ચ…

નવી દિલ્હીઃ બેનેલી ઈન્ડિયાએ પોતાના લિયોનસિનો 250 બાઈકને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આની શરુઆતી કીંમત 2.5 લાખ રુપિયા (એક્સ શોરુમ, મુંબઈ) છે. કંપનીએ બાઈકનું બુકિંગ શરુ કરી દીધું છે. આને માત્ર 6,000 રુપિયામાં બુક કરાવી શકાય છે. બાઈકની ડિલીવરી ન થવા પર બુકિંગ અમાઉન્ટને પાછી કરી દેવામાં આવશે. આ બાઈક ચાર કલર વેરિએન્ટમાં આવે છે. જેમાં રેડ, વ્હાઈટ, બ્રાઉન અને ગ્રે કલરનો સમાવેશ થાય છે.  

Leoncino 250 માં લિક્વિડ કૂલ્ડ 249CC સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક એન્જિન મળશે, જે 9,250rpm પર 25bhp નો પાવર અને 8,000 rpm પર 21 NM નો ટોર્ક જનરેટ કરશે. બાઈક 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવશે. આમાં 41mm ના upside-down fork અને swinging arm સાથે સેન્ટ્રલ મોનોશોક આપવામાં આવ્યા છે. બાઈકના ફ્રન્ટ અને રિયર વ્હીલમાં ડિસ્ક બ્રેકનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

ફીચર્સ

રાઉન્ડ હેડલેમ્પ

સિંગલ-પીસ હેંડલબાર

રાઉન્ડેડ ફ્યૂઅલ ટેંક

લોંગ સ્વીપિંગ ટેલ

17 ઈંચના એલોય વ્હીલ્સ

ફૂલ ડિજિટલ ઈન્સ્ટૂમેન્ટ કન્સોલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]