નવી દિલ્હીઃ એચડીએફસી બેંકની મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન બંધ થયા બાદ તેના ગ્રાહકોને જે હાલાકી ભોગવવી પડી છે, તે સામાન્ય રીતે સપ્તાહના અંતમાં બેંકની શાખાઓના બંધ રહેવાની તુલનામાં વધારે મોટી છે. એચડીએફસી બેંક માટે નવી મોબાઈલ બેંકિંગ એપ્લિકેશનમાં ગડબડી એક બગના કારણે ઉભી થઈ હતી.
એચડીએફસી બેંક મોબાઈલ એપ્લિકેશનની ગડબડી આખરે આવડો મોટો મુદ્દો કેમ બની તે પણ એક પ્રશ્ન છે. હકીકતમાં આનું સૌથી મોટુ કારણ આના દ્વારા રોજ માટી માત્રામાં થનારા ટ્રાંઝેક્શન છે. ઓગષ્ટમાં એચડીએફસી બેંકની મોબાઈલ એપ્લિકેશનથી કુલ 34,335 કરોડ રુપિયાના ટ્રાંઝેક્શન્સ થયા છે જે આ બેંકના ગ્રાહકો દ્વારા પેટીએમથી કરવામાં આવેલા 18,597 કરોડ રુપિયાની લેવડ-દેવડની તુલનામાં ઘણા વધારે છે.
જો નોન ફાઈનાંશિયલ પહેલુઓ જેવા કે બેંલેન્સ ઈન્કવાયરીને પણ ધ્યાનમાં રાખવામાં આવે, તો એચડીએફસી બેંકમાં કુલ બે તૃતીયાંશ ટ્રાંઝેક્શન બેંકિંગ એપ્લિકેશન દ્વારા થયા છે. બેંકના એક સુત્ર અનુસાર મોટાભાગના ગ્રાહકો માટે મોબાઈલ બેંકિંગ ટ્રાંઝેક્શન પ્રાઈમરી સોર્સ બની ગયું છે.
ત્યારે એચડીએફસીએ અંતે જૂની મોબાઈલ બેંકિંગ એપ્લિશનનને એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલના એપ્લિકેશન સ્ટોર પર રિસ્ટોર કરી દીધી છે. વેલ્યૂની ટર્મમાં દેશમાં થનારા કુલ મોબાઈલ બેંકિંગ ટ્રાંઝેક્શનમાં એચડીએફસી બેંકની ભાગીદારી આશરે 15 ટકા છે. સરકારી બેંકોની તુલનામાં એચડીએફસી બેંક અને અન્ય પ્રાઈવેટ બેંક પોતાની સેવાઓને વધારેમાં વધારે ડિજિટલાઈઝ કરવામાં સફળ રહી છે.
બેંકરો અનુસાર મોબાઈલ બેંકિંગ દ્વારા ટ્રાંઝેક્શન વધારે સુરક્ષિત છે, કારણ કે તેમાં ઓથેન્ટિકેશનના ઘણા સ્ટેપ પાર કરવા પડે છે. ઈન્ટરનેટ બેંકિંગ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. મોબાઈલ બેંકિંગના કારણે જ મોટાભાગના ગ્રાહકોને મહિનામાં એકવાર પણ બેંકની શાખા પર નથી જવું પડતું. અને આ જ કારણ છે કે મોબાઈલ બેંકિંગ બંધ હોવાની સ્થિતીમાં સેવિંગ અકાઉન્ટ વાળા લોકો વધારે પ્રભાવિત થાય છે.