મુંબઈ- વિશ્વના સૌથી મોટા નેટવર્ક જિઓ પર 22મી સપ્ટેમ્બરથી એપલ આઈફોનના બે લેટેસ્ટ મોડલ iPhone XS અને iPhone XS Max ફોન ઉપલબ્ધ છે. ગ્રાહકો આજથી જ આઈફોનના આ બંન્ને નવા મોડલ ખરીદવા માટે ઓર્ડર આપી શકશે.
iPhone XS અને iPhone XS Max સૌથી આધુનિક આઈફોન છે. આ બંન્ને ફોનમાં ડ્યુઅલ સીમ (બે સીમ કાર્ડ)આપવામા આવ્યાં છે, જેમાં નેનો સીમ અને eSIM થકી આઈફોનનો ઉપયોગ શક્ય બનશે.
iPhone XS અને iPhone XS Maxમાં 5.8 ઇંચ અને 6.5 ઇંચની સુપર રેટીના ડિસ્પ્લે આપવામાં આવી છે. જેની મદદથી હાઈ ડેફીનેશન રીઝોલ્યુશન સાથેના ફોટો 60 ટકા વધુ સારી રીતે જોઈ શકાય છે. A12 બાયોનિક ચીપ અને નેક્સ્ટ જનરેશન ન્યુરલ એન્જિન થકી ક્વિક ફેસ આઈડી, વધુ સારો સાઉન્ડ, લાંબો સમય ચાલે તેવી બેટરી, પાણી સામે રક્ષણ અને વધુ મજબુત ગ્લાસ પણ આ બંન્ને સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત નવું ગોલ્ડ ફીનીશ હવે સિલ્વર અને સ્પેસ ગ્રે સાથે ઉપલબ્ધ છે. ડાઉનલોડની વધુ સ્પીડ માટે ગીગાબીટ LTE પણ છે. iPhone XS Max માં હવેથી ૩૦ લાખ પિક્સેલ સાથે વિડીયો, મુવીઝ અને ગેમ્સનો આનંદ માંણી શકશે.
iPhone XS અને iPhone XS Max નું પ્રિ-બુકિંગ ગ્રાહકો રિલાયન્સ ડિજીટલ, માય જિઓ સ્ટોર, માય જિઓ એપ અને www.jio.com માંથી કોઇપણ સ્થળે કરાવી શકે છે. આ બંન્ને ફોન 28 સપ્ટેમ્બરના રોજથી સ્ટોરમાં ઉપલબ્ધ બનશે. રિલાયન્સ ડીજીટલના વ્યાપક નેટવર્ક થકી એપલ ભારતભરમાં આ ફોન ઉપલબ્ધ બનાવશે.
eSIM ફીચર: પોતાના પ્રિ-પેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે એપલના સૌથી નવા આઈફોન ઉપર eSIMનું ફીચર જિઓ ખાસ પોતાના ગ્રાહકો માટે શરૂ કરી આપશે. અત્યારે ભારતમાં eSIMની વેરિફિકેશન પ્રોસેસ કાર્યરત હોય એવું જિઓ એકમાત્ર મોબાઈ નેટવર્ક છે. આઈફોનના ગ્રાહકો મુક્ત અને આધુનિક ડીજીટલ લાઈફનો અનુભવ માણી શકે તે પ્રમાણે જિઓના પ્લાન બનેલા છે.