રોકાણકારો ખાતરીબંધ વળતરની ઓફરોથી દૂર રહેઃ એનએસઈ

મુંબઈ: રોકાણકારોને ચેતવવા નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે કે “ડિસન્ટ વેલ્થ મેનેજમેન્ટ” અને “મની ફોરેસ્ટ” નામની હસ્તીઓ સાથે જોડાયેલી કોઈ કીર્તિ પટેલ નામની વ્યક્તિ મોબાઈલ નંબર “9016478696” અને  “7862029937” સિક્યિરિટીઝ બજારમાં રોકાણકારોને ટીપ્સ અને રોકાણ પર ખાતરીબંધ વળતર ઓફર કરી રહી છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી ખાતરીબંધ વળતરની યોજનાઓ અને પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરે કારણ કે તેના પર કાનૂની પ્રતિબંધ છે.

ઉક્ત વ્યક્તિ કે હસ્તીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર કે રજિસ્ટર્ડ મેમ્બરના અધિકૃત વ્યક્તિ તરીકે રજિસ્ટર્ડ નથી. એક્સચેન્જે વધુમાં જણાવ્યું છે કે રોકાણકારોએ આવી યોજનામાં તેમના જોખમે અને ખર્ચે રોકાણ કરવું અને તેનાં કોઈ પણ દુષ્પરિણામ માટે એક્સચેન્જ જવાબદાર રહેશે નહિ કે રોકાણકારને એક્સચેન્જની રોકાણકાર ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ મળી શકશે નહિ.