નવી દિલ્હી- ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારોને નિરાશા સાંપડી રહી રહી છે. આ વર્ષે એપ્રિલથી લઈને ઓક્ટોબર વચ્ચે રોકાણકારો આ ફંડથી 422 કરોડ રૂપિયાનું રોકાણ પાછુ લઈ ચૂક્યા છે. આ જાણકારી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઈન્ડિયા તરફથી જાહેર કરાયેલા આંકડાઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. આ આંકડાઓ અનુસાર ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ આ સમય દરમિયાન 96 હજાર કરોડ રૂપિયા જેટલું વધ્યું છે.
ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં વધી રહ્યું છે રોકાણ
એક તરફ ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારો પોતાનું રોકાણ પાછુ ખેંચી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈક્વિટી લિંક્ડ સ્કીમ્સમાં જોર-શોરથી રોકાણ વધી રહ્યું છે. આ વર્ષના શરૂઆતના 7 મહિનામાં 96 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. માત્ર ઓક્ટોબર માસમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આ ફંડમાં થયું છે.
આંકડાઓ પર એક નજર
એમ્ફી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ વર્ષે એપ્રિલથી લઈને ઓક્ટોબર વચ્ચે 422 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન ગોલ્ડ ઈટીએફથી 519 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. અત્યારે મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ પાસે 14 ગોલ્ડ ઈટીએફ છે.