શેરબજારમાં બીજા દિવસે નરમાઈઃ સેન્સેક્સ 91 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં નરમાઈ વધુ આગળ વધી હતી, જથ્થાબંધ મોંઘવારી દર ઓકટોબરમાં વધીને 3.59 ટકા આવ્યો છે, જે વધીને 6 મહિનાની ઊંચાઈ આવ્યો છે, જેને પગલે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ એશિયાઈ સ્ટોક માર્કેટના નેગેટિવ ન્યૂઝ હતા. પરિણામે શેરોમાં નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 91.69(0.28 ટકા) વધી 32,941.87 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 38.35(0.38 ટકા) વધી 10,186.60 બંધ થયો હતો.આજે સવારથી લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ રહ્યા હતા. પણ ઈન્ડેક્સ આધારિત શેરોમાં પ્રોફિટ બુકિંગ વધારે હતું, જેથી સેન્સેક્સ અને નિફટી ઘટ્યા હતા. આજે ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડઝ, બેંક અને આઈટી શેરોના ભાવ વધુ ઘટ્યા હતા. જો કે સામે ઓટોમોબાઈલ, એફએમસીજી, મેટલ, ફાર્મા અને કન્ઝ્યુમર ડયુરેબલ સેકટરના શેરોમાં ધીમી ખરીદી જોવા મળી હતી. પણ તેની સામે હેવીવેઈટ શેરોમાં વેચવાલી વધુ હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા, પણ સેન્ટિમેન્ટ સુધર્યું ન હતું.

 • ઓકટોબરનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને આવ્યો હતો, જે ચિંતાજનક છે.
 • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે.
 • અમેરિકામાં ટેક્સ રીફોર્મ્સના ડેવલપમેન્ટ પર રોકાણકારોની નજર મંડાયેલી છે.
 • હેવી વેઈટ લાર્સન ટુબ્રોમાં ઓર્ડરફ્લો ઘટ્યો છે, જેથી ગ્રોથ ગાઈડન્સ ઘટીને આવી છે. આજે બીજા દિવસે લાર્સનનો શેર વેચવાલીના પ્રેશર હેઠળ ઘટીને આવ્યો હતો.
 • આજે ઓટો અ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના ઈન્ડેક્સ પ્લસ હતા.
 • રોકડાના શેરોમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 36.25 માઈનસ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 31.17 ઘટ્યો હતો.
 • બાટાનો નફો 24ટ ટકા વધી રૂ.43 કરોડ આવ્યો હતો, અને કુલ આવક 1.5 ટકા વધી રૂ.587 કરોડ થઈ
 • શંકરા બિલ્ડીંગ પ્રોડ્ક્ટસનો નફો 28.2 ટકા વધી રૂ.17.34 કરોડ આવ્યો
 • દિલીપ બિલ્ડકોનનો નફો 16.5 ગણો વધી રૂ.115.60 કરોડ નોંધાયો
 • ખાદિમ ઈન્ડિયાના શેરનું નિરુત્સાહી લિસ્ટીંગ થયું, 2.6 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટીંગ
 • કેડિલા હેલ્થનો નફો 32.5 ટકા વધી રૂ.503.30 કરોડ આવ્યો
 • આયશર મોટરનો નફો 22.8 ટકા વધી રૂ.486.40 કરોડ થયો
 • ટાટા ગ્લોબલ બેવરેજીસનો નફો 14.2 ટકા વધી રૂ.123.50 કરોડ આવ્યો
 • સરકારી કંપનીઓનું એક્સચેન્જ ભારત 222 ઈટીએફ આજથી એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલ્યો છે. રીટેઈલ રોકાણકારો માટે કાલે 15 નવેમ્બરથી ખુલીને 17 નવેમ્બરે બંધ થશે. તમામ કેટેગરીમાં 3 ટકા ડિસ્કાઉન્ટ અપાયું છે. ભારત 222 ઈટીએફમાં કુલ 22 કંપનીઓના શેર છે, જેમાં કેન્દ્ર સરકારની કંપનીઓ, એસયુયીટીઆઈ અને પીએસયુ બેંક સામેલ છે. આ ઈટીએફ દ્વારા સરકાર 8000 કરોડ એકઠા કરશે.