દાવોસઃ ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી હતી. એમણે ત્યાં કરેલા સંબોધનની વિગત સંક્ષિપ્તમાં…
‘આ વર્ષે દાવોસમાં આવવું રસપ્રદ રહ્યું છે. અને, હા, બે વર્ષની મહામારી-પ્રેરિત ઠંડીમાં સુષુપ્તી પછી તે અલગ લાગ્યું. સમજી શકાય તેવી હાજરી ઓછી હતી; પરંતુ સદભાગ્યે તાપમાન, મે માસનું અને જાન્યુઆરીનું નહીં, પણ ઉંચુ હતું!! વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ વાર્ષિક બેઠક યોગ્ય રીતે વજનદાર થીમ ‘હિસ્ટ્રી એટ એ ટર્નિંગ પોઈન્ટઃ ગવર્નમેન્ટ પોલિસીઝ એન્ડ બિઝનેસ સ્ટ્રેટેજીઝ’ લઇને પાછી ફરી છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર વૈવિધ્યસભર ઘણા બધા મંતવ્યો સાંભળીને સારું લાગ્યું. જો કે હાજર નહી રહેલા લોકો પાસેથી સાંભળવું વધુ સારું લાગ્યું હોત. આ વર્ષે ચીન, જાપાન અને કોરિયાની હાજરી ઓછી હતી. અલબત્ત અમે રશિયા તરફથી અથવા યુક્રેનના પ્રતિભાગીઓના વિચારો સાંભળ્યા નથી. વાસ્તવમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની તે એક તરફી બેઠક હતી.
ગ્રીન સોલ્યુશન્સ અને ટેક્નોલોજીની તરફે એક ઓવરસ્વિંગ થયું હતું કે જે હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં હતું એ સ્વીકારવા બહુ ઓછા લોકો તૈયાર છે અને યુક્રેનની કટોકટી દ્વારા આ નાજુકાઇ સંપૂર્ણપણે ઉજાગર થઇ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર આ વિષે વધુ ચર્ચા કરવી ઉચિત હતી. દાવોસ ખાતે હું જે પ્રતિનિધિઓને મળ્યો તેમાંથી ઘણાએ જલવાયુ પરિવર્તન કરતા વધુ સંરક્ષણના વિષય પર ચર્ચા કરી હતી. વિશ્વના નેતાઓ વર્તમાન સમયને કેવી રીતે નિહાળે છે અને કેવી રીતે ‘વૈશ્વિક’ એજન્ડાને વ્યાખ્યાયિત કરી શકે છે તે જાણવા હું દાવોસ ગયો હતો. આપણે જે પરિવર્તન કરવા જોઈએ તેમ કહીએ છીએ ત્યારે તે કરવા માટે કિંમત પણ ચૂકવવી પડે તે સ્વીકારવું જ જોઇએ.
આપણા વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત યોજના ચોક્કસપણે પ્રેરણાત્મક છે જે ભારતને તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા વધારવા અને મજબૂત કરવાની જરૂરીયાત છે તેની મને ખાતરી છે એ પછી રસીકરણ, સંરક્ષણ અથવા તો સેમિકન્ડક્ટર હોય. આ અનિશ્ચિત સમયમાં, અસરકારક, આત્મવિશ્વાસથી સભર આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી અને હવે આપણે આત્મનિર્ભરતાના આ યુગમાં છીએ તે સ્પષ્ટ છે. જેમ જેમ આપણે આ પ્રક્રિયામાંથી પસાર થઈશું તેમ તેમ પીછેહઠ થશે – અને વિશ્વના અન્ય ભાગોમાં આપણે વિવાદોમાં આવશું. ઘણા અમને સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવતા રોકવા પ્રયાસ કરશે તો કેટલાક લોકો અમને અમારા જીડીપીના મોટા હિસ્સાનું સંરક્ષણમાં રોકાણ કરવા નારાજ કરશે. અમારા સિદ્ધાંતોની ટીકા થશે.
વિશ્વ સપાટ હોવું જરૂરી નથી. હકીકતમાં સપાટતાનો અર્થ એ નથી કે વિશ્વ બળજબરીથી સપાટ કરવામાં આવ્યું છે. તેના બદલે, આપણે એવા દેશોની આસપાસ બનેલી વધુ સ્થિર વિશ્વ વ્યવસ્થા શોધીએ જે આત્મવિશ્વાસ, આત્મનિર્ભર અને બળજબરી અને નમ્રતાને બદલે પરસ્પર આદરની દ્રષ્ટિએ એકબીજા સાથે વાત કરવા તૈયાર હોય. આ વિરોધાભાસ છે જે આપણે હલ કરવો જોઈએ!’