ભારત આંદામાનના ઊંડા પાણીમાં ઓઇલ-ગેસનું એક્સપ્લોરેશન કરશે

નવી દિલ્હીઃ સરકાર આંદામાનના ઊંડા પાણીમાં ધારાધોરણો હળવા કરવા સાથે ONGCની આગેવાનીમાં  ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનના ડ્રિલિંગ કેમ્પેન માટે ફંડ ફાળવવાની વિચારણા કરી છે, એમ આ બાબતોથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. વૈશ્વિક બજારમાં ફ્યુઅલની વધતી કિંમતો પરેશાન સરકારને સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કાબૂમાં રાખવા માટે આયાત ડ્યુટીમાં કાપ મૂકવો પડે છે, જેથી સરકાર ઓઇલ અને ગેસની આયાતની વધુપડતી નિર્ભરતા ઘટાડવા માટે ઓઇલ અને ગેસના એક્સપ્લોરેશન (શારકામ)ની સ્થાનિકમાં ઉત્પાદનની કામગીરીને વેગ આપવા પ્રયાસ કરી રહી છે.  

ONGC ચોમાસા પછી આંદામાન ઓફ્ફશોરમાં ડ્રિલિંગ કેમ્પેન શરૂ કરશે, જેથી કંપની હાલમાં આ પ્રોજેક્ટમાં સામેલ કરવા માટે એક્સોનમોબિલ અને શેલ સાથે વાટાઘાટ કરી રહી છે. કંપની આંદામાનના દરિયામાં વિશેષ કાર્યક્રમ હેઠળ ડ્રિલ કરીને 3-4 કૂવા બનાવશે, સરકાર આ પ્રોજેક્ટમાં નાણાંનું મૂડીરોકાણ કરશે અને દરેક વેલ બનાવવા માટેનો ખર્ચ રૂ. 350-400 કરોડનો અંદાજવામાં આવ્યો છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

સરકારે નેશનલ આઇસલેન્ડ એક્સપ્લોરેશન પ્રોજેક્ટમાં 2D સિસ્મિક ડેટા હેઠળ 22,55-લિન્ક કિલોમીટરનો વિસ્તાર હસ્તગત કર્યો છે, જ્યાં એ ઝોનમાં કોઈ જઈ શકશે નહીં. જેથી આ વિસ્તારમાં કેટલીક આકરણી પછી કૂવાઓ બનાવવા માટે ફંડ જ ફાળવી શકાય, એમ તેમણે કહ્યું હતું. ONGCએ આ ડેટાનો અભ્યાસ તો કર્યો છે, પણ કંપની હજી ડીપ વોટરના અનુભવ પછી હજી ત્રીજા પક્ષકાર વિદેશી કંપનીઓ પાસેથી એસેસમેન્ટ કરાવવાની ઇચ્છા ધરાવે છે.