મુંબઈઃ અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ જિમી કાર્ટર, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા કરતાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોયેલું ભારત સાવ અલગ છે, એમ માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ મુંબઈમાં યોજેલા ‘ફ્યુચર ડિકોડ’ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં મોબાઇલ નેટવર્ક હવે ઘણું સુધર્યું છે. આપણે જ્યારે હાલ વાતચીત કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના અમદાવાદ શહેરમાં પહોંચ્યા છે અને 2020નું ભારત ઘણું જ અલગ છે. અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ કાર્ટર, રાષ્ટ્રપ્રમુખ ક્લિન્ટન અને રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ જોયેલા ભારત કરતાં સાવ જુદું છે, એમ તેમણે કહ્યું હતું. આપણે જોયું હજ્જારો માણસો શેરીઓમાં છે, તેમાંથી દરેકનો તેમના મોબાઇલ ફોન્સનો વ્યક્તિગત અનુભવ છે અને તેમની પાસે મજબૂત નેટવર્ક છે અને હું માનું છું કે હું સરળતાથી કહી શકું કે ભારતમાં વિશ્વના અન્ય દેશો કરતાં ઘણું સારું નેટવર્ક્સ ઉપલબ્ધ છે અને આ એક મોટું પરિવર્તન છે. મોટેરા સ્ટેડિયમ વિશે વાત કરીએ તો ડિજિટલ દ્રષ્ટિએ સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વિશ્વમાં અન્ય કોઈ સ્થળ કરતાં ઘણી સારી છે, એમ અંબાણીએ કહ્યું હતું.
નડેલાએ જ્યારે અંબાણીને ભારતીય અર્થતંત્ર અને ડિજિટલ ક્ષેત્ર કઈ રીતે વિકસશે એ વિશે તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે નડેલા તમે માઇક્રોસોફ્ટમાં 1992માં જોડાયા ત્યારે ભારતીય અર્થતંત્ર 300 કરોડ ડોલરનું હતું, જ્યારે આજે ભારતીય અર્થતંત્ર ત્રણ લાખ કરોડ ડોલરનું છે. વળી, ભારતમાં જિયો પહેલાં બ્રોડબેન્ડ 256 kbpsની સ્પીડ હતી, જ્યારે જિયો બજારમાં આવ્યા બાદ મોબાઇલ ડેટાની સ્પીડ 21 Mbps છે અને દેશના દરેક ગામમાં મોબાઇલ નેટવર્કની એ સરેરાશ સ્પીડ છે, એમ તેમણે કહ્યું હતું. જિયો પહેલાં દેશમાં રૂ. 300 અને રૂ. 500ની કિંમતો મોબાઇલ ડેટા ઉપલબ્ધ હતો, જ્યારે જિયો આવ્યા બાદ GB રૂ. 12 અને રૂ. 14ની કિંમતે ઉપલબ્ધ છે. જિયોએ છેલ્લા ત્રણ વર્ષનમાં 38 કરોડ લોકો (સબસ્ક્રાઇબર્સ) અથવા 38 કરોડ ગ્રાહકોને 4G ટેક્નોલોજીમાં પરિવર્તિત કર્યા છે.
તેમણે દેશમાં ડેટાના વપરાશ અંગે કહ્યું હતું કે યુવાનો સહિત દેશના બધાં વયજૂથના લોકોમાં ડેટાનો વપરાશ નોંધપાત્ર વધ્યો છે અને મારી માતા 85 વર્ષની ઉંમરે પણ મોબાઇલમાં ડેટાના વપરાશ સાથે સમય વિતાવે છે. મારું માનવું છું કે દેશમાં મોબાઇલ ડેટાનો વપરાશ હજી વધશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ટેકનોલોજીથી ભારતમાં બહુ મોટું પરિવર્તન થયું છએ અને હવે પછીની પેઢી તમે (નડેલા) અને હુમં મોટા થયા એના કરતાં એકદમ અલગ ભારત જોશે. અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સની સ્થાપના તેના પિતા ધીરુભાઇએ પાંચ દાયકા પહેલા માત્ર એક ટેબલ અને ખુરશી અને એક હજાર રૂપિયાની મૂડી સાથે કરી હતી.