નવી દિલ્હી: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે ભારતની સ્થિતિ પહેલાથી વધુ સારી થઈ છે. આજ કારણ છે કે, વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની લિસ્ટમાં તેમણે 14 પાયદાનની છલાંગ લગાવી છે. હવે ભારત 63માં નંબર પર છે. ભારતનો સૌથી સારુ પ્રદર્શન કરનારા ટોપ 10 દેશોમાં ત્રીજી વખત સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકની રેકિંગ એવા સમયે આવી છે જ્યારે આરબીઆઈ, વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવા સંસ્થાન ભારતની અર્થવ્યવસ્થામાં મંદીની વાત કરી રહ્યા છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા એ સમયે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે ભારત 190 દેશોની યાદીમાં 140માં સ્થાન પર હતો. 2018 સુધી ભારત 100માં સ્થાન પર આવી ગયો હતો. ગત વર્ષે ભારત 77માં સ્થાન પર હતો.
થોડા દિવસો પહેલા જ આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ એક મોટું નિવેદન આપ્યું હતું. IMFએ કહ્યું હતું કે, ભારતે તેમની અર્થવ્યવસ્થા માટે માળખાગત વાતો પર કામ કર્યું છે, પણ સમસ્યાનું સમાધાન કરવું પણ જરૂરી છે. IMFના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જિયોર્જિવા વોશિગ્ટન ડીસીમાં કહ્યું હતું કે, ભારતે માળખાગત વસ્તુઓ પર સારું કામ કર્યું છે, પણ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી અનેક એવી સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. ખાસ કરીને નોન-બેંકિંગ ક્ષેત્રમાં સ્થિતિ સુધારવાની જરૂર છે.
મહત્વનું છે કે, આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પણ વિકાસ દર અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMF એ ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 2019 માટે ઘટાડીને 6.1 ટકા કરી દીધુ છે આ એપ્રિલના અનુમાન કરતા 1.2 ટકા ઓછું છે. આ સાથે આઈએમએફ એ 2019 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન પણ ઘટાડીને ત્રણ ટકા કરી દીધું છે.
આઈએમએફ એ તેમની નવીનતમ વિશ્વ આર્થિક પરિદ્રશ્ય રિપોર્ટમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર 2019માં 6.1 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જોકે, તેને આશા છે કે, 2020માં આમા સુધારો થશે અને ત્યારે દેશનો આર્થિક વૃદ્ધિ દર સાત ટકા રહી શકે છે. આ પહેલા વર્લ્ડ બેંકે પણ રવિવારે તેમના દક્ષિણ એશિયા આર્થિક પરિદ્રશ્યની નવીનતમ રિપોર્ટમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019માં ઘટીને 6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતુ.
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ઈતિહાસ
મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી, ત્યારે 190 દેશોની રેન્કિંગમાં ભારતનું સ્થાન 142મું હતું. મોદી સરકારના 4 વર્ષ સુધી કરવામાં આવેલા સુધારા બાદ 2014માં ભારતનો રેન્કિંગ સુધરીને 100 થઈ ગયો છે. જો કે 2017માં ભારત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની યાદીમાં ફરીથી પાછળ હટીને 130માં સ્થાને ઈરાન અને યુગાન્ડા કરતા પણ પાછળ જતું રહ્યું હતું. જે બાદ 2018માં ફરીથી ભારતની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને આ યાદીમાં તે ઉછળીને 77માં ક્રમે આવી ગયું. વર્લ્ડબેંકની ડુઈંગ બિઝનેસ 2020ની રિપોર્ટમાં ભારતમાં કરવામાં આવેલા સુધારાઓની પ્રસંશા કરતા જણાવાયું છે કે, આટલા મોટા દેશ માટે આ ખૂબજ મહત્વપૂર્ણ બાબત છે.