દિવાળી ટાણે બજારોમાંથી ગ્રાહકો ગાયબ!!

નવી દિલ્હી: આપણા દેશનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને દિવાળીના તહેવારોમાં ખાસ કરીને વેપારી વર્ગને મોટા ફાયદો થતો હોય છે. લોકો આ તહેવારમાં મનભરીને ખરીદી કરતા હોય છે. પણ આ વર્ષે ખરીદી જોવા નથી મળી રહી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રાહકોની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીના સરોજિની નગર બજાર, ખાન માર્કેટ, કરોલ બાગ, સદર બજાર અને ચાંદની ચોકની રોનક ગાયબ થઈ ગઈ છે કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે અહીં ગ્રાહકોની ભીડ નથી જોવા મળી રહી. કેટલાક વેપારીઓએ આના માટે આર્થિક મંદીને જવાબદાર ગણાવે છે તો કેટલાકનું કહેવું છે કે, માર્કેટ હજુ સુધી જીએસટી અને નોટબંધીના પ્રભાવમાંથી બહાર નથી નિકળી શક્યું.

ખાસકરીને દિવાળી દરમ્યાન રોશનીથી સજ્જ રહેતુ ખાન માર્કેટ આ વર્ષે સુમસાન છે. ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ વૃજ ગોપાલ ખોસલાએ કહ્યું ગત વર્ષ કરતા વેપાર 40 50 ટકા ઓછો છે. એના જૂદા જૂદા કારણો છે  ભાવનાઓ ઓછી છે, અર્થવ્યવસ્થા નીચે જઈ રહી છે. ઓનલાઈ કારોબાર અલગ છે, અમે તેને પ્રતિસ્પર્ધી નથી માનતા, જીએસટી પછી વેચાણ ઘટી રહ્યું છે અને કિંમતો વધી રહી છે.

સામાન્ય રીતે નવારાત્રિ અને દિવાળી વચ્ચે વેપાર 30 ટકા વધી જાય છે. આ વર્ષે મોબાઈલ, એફએમસીજી અને ફેશન વિયર સહિત તમામ વેપારોમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે.

CAIT ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ એ કહ્યું કે, દિવાળીનો હવે વેપારીઓ માટે કોઈ અર્થ નથી રહ્યો. તેનું મુખ્ય કારણ છે ઈ કોમર્સ વેબસાઈટ જે 90 ટકા સુધીની છૂટ ઓફર કરે છે. ભારતમાં રિટેલ વ્યાપારી 45 લાખ કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ કરે છે, જેમાં માત્ર દિવાળી દરમ્યાન જ 6 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે.

ચાંદની ચોકમાં ચાંદીના વેપારી અને દિલ્હી હિંદુસ્તાની મર્કેન્ટાઈલ એસોસિએશનના સભ્ય એસ.કે. મિત્તલે કહ્યું કે, દર વર્ષે અમારા વેપારમાં નોટબંધી પછીથી 20 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. ચાંદની ચોકમાં આર્ટિફિસિયલ આભૂષણ વેચતી રચિત ગુપ્તાએ કહ્યું  કે, છેલ્લા 12 વર્ષમાં માર્કેનો આ સૌથી ખરાબ સમય છે. મંદીના કારણે ગયા વર્ષની સરખામણીએ વેપારમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.