GST નોટબંધી જેવા રીફોર્મ્સથી ભારતના ગ્રોથમાં સુસ્તી આવી

વોશિંગ્ટનઃ અમેરિકાએ કહ્યું છે કે ભારતના ગ્રોથની ગતીમાં સુસ્તીના કારણે તેના સ્ટ્રક્ચરલ ઈકોનોમિક રીફોર્મ્સ છે. યૂએસના ઈકોનોમિક રિપોર્ટ ઓફ ધ પ્રેસિડેંટમાં આ વાત કહેવામાં આવી છે. ભારત પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઓછી ખુલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ભારત સહિત ચાર મોટી અર્થવ્યવસ્થાઓ સાથે બાયલેટરલ ટ્રેડ ડેફિસિટ એક વર્ષ પહેલાના મુકાબલે 2017ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ઓછા થયા છે.

ઈઆરપીમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી અર્થવ્યવસ્થાનો ગ્રોથ સારો છે અને તે આગળ પણ યથાવત જ રહેશે. તો ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ પોતાની અર્થવ્યવસ્થાને વિદેશી વેપાર માટે ઓછી જગ્યા આપી છે. તેમણે ઉચ્ચ બાઉંટ રેટ બનાવી રાખ્યો અને યૂનિવર્સલ બાઈંડિંગ કવરેજને નજર અંદાજ કર્યું. બાઉંડ રેટ GATTની વાતચીત બાદ નક્કી થાય છે. આને મોસ્ટ ફેવર્ડ ટેરિફ રેટ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે GATT ઘણા દેશો વચ્ચે એક કાયદાકીય સમજૂતી છે. આનો ઉદ્દેશ્ય અને કોટા જેવી વ્યાપારીક આપત્તિઓને ઘટાડવાનો અથવા તેને દૂર કરીને ઈન્ટરનેશનલ વેપારને પ્રમોટ કરવાનો છે. GATT 1 જાન્યુઆરી 1948થી લાગુ છે. અમેરિકા, ચીન, સીરિયા, ભારત અને ફ્રાંસ સહિત 23 આના સંસ્થાપક સભ્યો છે.

સ્ટ્રક્ચરલ રિફોર્મે રોકી ગતી

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતનો ગ્રોથ ધીમો થયો છે તેનું કારણ ત્યાં રહેલા સ્ટ્રક્ચરલ ઈકોનોમિક રિફોર્મ્સ છે. ભારતમાં નવેમ્બર 2016માં થયેલી નોટબંધીએ સર્ક્યુલેશનમાં 86 ટકા કેશને ખતમ કરી દીધી છે. આવા નિર્ણયો એવા સમયે લેવામાં આવ્યા જ્યારે 90 ટકાથી વધારે ટ્રાંઝેક્શન ત્યાં કેશમાં થાય છે. બીજીતરફ જુલાઈ 2017માં લાગુ થયેલા જીએસટીએ શોર્ટ ટર્મમાં અનિશ્ચિતતા પેદા કરી. જીએસટીએ ભારતમાં લગભગ તમામ ઈનડાયરેક્ટ ટેક્સેસની જગ્યા લીધી છે.

NPA પર વ્યક્ત કરી ચિંતા

યૂએસ રિપોર્ટમાં ભારતના બેંકિંગ સેક્ટરમાં વધી રહેલા નોન પરર્ફોર્મિંગ લોન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આને ભવિષ્ય માટે ખતરો બતાવવામાં આવ્યો છે. આઈએમએફને ઉપ્લબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓ અનુસાર 2017ના ત્રીજા ત્રીમાસીક ગાળામાં લોનમાં એનપીએલની ભાગીદારી 9.7 ટકા થઈ ગઈ જ્યારે ચીનમાં આ 1.7 ટકા રહ્યું છે. રિપોર્ટ અનુસાર અત્યારે એનપીએલ વધીને ભયના સ્તર પર પહોંચી ગયું છે. આમાં સૌથી વધારે એનપીએલ સરકારી બેંકોના છે. રિઝર્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2018ના પહેલા ત્રીમાસીક ગાળામાં ગ્રોસ એનપીએલની ભાગીદારી તમામ લોનમાં વધીને 10.8 ટકા થઈ જશે જે સપ્ટેમ્બર 2018 સુધી 11 ટકાના લેવલ પર પહોંચી જશે. જો કે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ભારતના બેંકિંગ સેક્ટરમાં સુધારો આવી શકે છે. કારણ કે ભારત સરકારે સરકારી બેંકો માટે 2.11 લાખ કરોડ રૂપીયા રિકૈપિટલાઈઝેશનને મંજૂરી આપી છે.