મોંઘવારી વધીઃ રીટેઈલ ફૂગાવો વધીને 5 ટકા થયો

નવીદિલ્હીઃ ભારતના રીટેઇલ બજારમાં ફૂગાવાએ હાઈજમ્પ લગાવ્યો છે. રીટેઈલ ફૂગાવો મે માસના 4.87 ટકાની સરખામણીએ જૂનમાં રીટેઇલ ફૂગાવો વધીને 5 ટકા નોંધાયો છે. સરકારના આંકડાવિભાગ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે.સીપીઆઇ એ મુખ્ય મૂલ્ય માપદંડ છે જેને ભારતીય રીઝર્વ બેન્ક (આરબીઆઈ) ટ્રેક કરે છે. જૂનનો વધીને આવેલ ડેટા એવો સંકેત છે કે ફૂગાવો બેંકોની 6 ટકાના અપર ટોલરન્સ લેવલથી થોડો જ દૂર છે.
ગ્રાહક માટે ખાદ્યપદાર્થોમાં થયેલો ફૂગાવો સામાન્ય લોકોના રસોડાના બજેટમાં થતાં ખર્ચમાં મોટો ફરક પાડી શકે છે. જૂન મહિનામાં આ ખર્ચમાં 2.91 ટકાનો વધારો થયો છે.

ગયા મહિને આરબીઆઈએ સીપીઆઈ ફુગાવાનો અંદાજ 2018-19 માટે વધારીને એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં 4.8 થી 4.9 ટકાના અંદાજ વધાર્યો હતો અને વર્ષના બીજા છ માસમાં 4.7 ટકાનો અંદાજ મૂક્યો હતો, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘરભાડું અને ભથ્થાંનો (એચઆરએ)નો સમાવેશ થાય છે.
ફૂગાવો વધવાના પરિબળોમાં મોનિટરી પોલિસી કમિટી દ્વારા સેન્ટ્રલ બેન્કના બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરીને 6.25 ટકા કર્યો હતો. તેમ જ ફૂગાવો વધવામાં ખાદ્ય સિવાય ઇંધણ અને એચઆરએ માટે સીપીઆઈના અંદાજો પણ છે. જૂનમાં ઇંધણમાં ફૂગાવો 7.14 ટકા થયો હતો, જે મે મહિનામાં 5.80 ટકા હતો.

ફુગાવો વધાવા પાછળના પરિબળમાં મોનેટરી પોલિસી કમિટીએ સેન્ટ્રલ બેન્કના બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 6.25 ટકા કર્યો હતો.

સર્વોચ્ચ બેન્કે એમ પણ કહ્યું હતું કે ફુગાવા, ખાદ્ય, ઇંધણ અને એચઆરએ સિવાય 2018-19 માટે સીપીઆઈના ઊંચા અંદાજોમાં સખતાઇ આપવામાં આવી છે.

જૂન મહિનામાં ઇંધણનો ફુગાવો 7.14 ટકા થયો હતો, જે મે મહિનામાં 5.80 ટકા હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]