હવમાન સાનુકૂળ રહેશે તો ડિસેમ્બર સુધી મોંઘવારીમાં ઘટાડોઃ સોમનાથન

નવી દિલ્હીઃ દેશમાં વધતી મોંઘવારીથી ટૂંક સમયમાં રાહત મળવાની સંભાવના છે. હવામાન અનુકૂળ રહેશે તો રિટેલ મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઝડપથી વધારો થવાને કારણે મોંઘવારીમાં વધારો થયો છે, એમ નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું હતું.

હવામાનમાં થતા ફેરફારોને લીધે શાકભાજી, દૂધ તેમ જ અનાજ જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન પર અસર થઈ છે. જોકે હવે હવામાન હવે સાનુકૂળ થવા લાગ્યું છે. જેથી ડિસેમ્બર સુધી રિટેલ મોંઘવારીના મોરચે રાહત મળવાની સંભાવના છે. RBIએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રિટેલ મોંઘવારી 5.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતનું 2025-26 સુધી રાજકોષીય ખાધને GDPના 4.5 ટકાથી નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 5.9 ટકા રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

સરકારે પણ તહેવારોની સીઝનમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે જમાખોરી પર કાર્યવાહી કરવા માટે મોટી તૈયારી છે. આ સાથે કંપનીઓનો અંદાજ છે કે આગામી વર્ષે ઓગસ્ટમાં દેશમાં રિટેલ મોંઘવારી દર પાંચ ટકા રહે એવી શક્યતા છે, એમ IIM-Aએ 1000 કંપનીઓ પર સર્વે કહે છે.બીજી બાજુ, RBI MPCની ત્રિદિવસીય બેઠક ચોથી ઓક્ટોબરથી શરૂ થઈ છે અને છઠ્ઠી ઓક્ટોબરે બેન્ક મહત્ત્વના વ્યાજદરો પર નિર્ણયની જાહેરાત કરશે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે RBI સતત ચોથી વાત નીતિ વિષયક વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને એને 6.5 ટકાના દરે યથાવત્ રાખશે.