મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2020 – આજથી બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર 318મી કંપની આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.
આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડે તેના રૂ.10ની મૂળ કિંમતના 20.40 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.20ના ભાવે મળીને કુલ રૂ.408 લાખના શેર્સ ઓફર કર્યા હતા. કંપનીએ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક તેનો પબ્લિક ઈશ્યુ પાર પાર પાડ્યો હતો.
આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ ઉત્તર પ્રદેશસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ નોઈડા ખાતે છે.
કંપનીનો મુખ્ય વ્યવસાય બધા પ્રકારના ડેરી ફાર્મિંગ, પશુપાલન, કરાર અન્વયે પ્રાણીઓ ભાડા પર લેવાના અને પ્રોડક્ટ્સ વહેંચવાના, દૂધ, ઘી પનીર, ક્રીમ, આઈસક્રીમ અને અન્ય દૂગ્ધ ઉત્પાદનો વિકસાવવાના અને તેને સંલગ્ન વેપારો જેવા કે પશુખાદ્ય અને બિયારણ અને કૃષિ પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 318 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે બજારમાંથી રૂ.3,304.22 કરોડ એકત્ર કર્યા છે. આ કંપનીઓનું અત્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.18,072.26 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.