ચંદા કોચર કેસ મામલે ICICIનું નિવેદનઃ સંકટમાં છે અમારી પ્રતિષ્ઠા

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેન્કે સ્થાનિક અને વિદેશી શેરધારકોને સાવધાન કરતા જણાવ્યું કે બેંક પોતાની પ્રતિષ્ઠા અને રેગ્યુલેટરી એક્શનના જોખમનો સામનો કરી રહી છે. બેંકના સીઈઓ ચંદા કોચર વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ મામલે રિસ્ક ફેક્ટરના રૂપમાં રેખાંકિત કર્યું છે. ત્યારે આની વચ્ચે આરબીઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સંદીપ બક્ષીની નિયુક્તિ પર મહોર મારી દીધી છે.

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે એન્યુઅલ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે US GAAP અંતર્ગત બેલેન્સ શીટ સિક્યોરિટીઝ એક્સચેંજ કમિશન પાસે જમા કરાવવામાં આવી છે.

યૂએસ ફાઈલિંગમાં બેંકે રેગ્યુલેટરને જણાવ્યું કે અમે થોડા સમય પહેલા જ ચંદા કોચર અને તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોના કારણે નેગેટિવ પબ્લિસિટીનો સામનો કરવો પડ્યો છે. આમાં એ પણ કહેવાયું છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નિર્દેશ પર બેંકની ઓડિટ કમિટીએ સ્વતંત્ર તપાસ બેસાડી છે જેની આગેવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએન શ્રીકૃષ્ણ કરી રહ્યા છે. કોચર વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે એક રોકાણકારે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે કોચરે બેન્કના લોન આપવાના નિયમોને તોડી મરોડીને વીડિયોકોન સમૂહને 3,250 કરોડ રૂપીયાની લોન આપવામાં આવી હતી જે અત્યારે એનપીએ બની ચૂકી છે. પત્રમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે દેવાદાર થઈ ચૂકેલી આ કંપનીએ લોન મળવાના બદલામાં ચંદા કોચરના પતિની કંપનીને લાભ પણ આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]