આઇસી15 ઇન્ડેક્સ છ ટકા વધ્યો

મુંબઈઃ અમેરિકન કોમોડિટીઝ ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશને અનરજિસ્ટર્ડ ક્રીપ્ટો ડેરિવેટિવ્ઝ સંબંધે બિનાન્સ વિરુદ્ધ કરેલા કેસનો આઘાત પચાવી લીધા બાદ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે નોંધનીય વૃદ્ધિ થઈ હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 2,191 પોઇન્ટ વધ્યો હતો. એના તમામ ઘટક કોઇનમાં વૃદ્ધિ નોંધાઈ હતી. એક્સઆરપી, કાર્ડાનો, પોલીગોન અને સોલાનામાં 7થી 19 ટકાનો વધારો થયો હતો.

દરમિયાન, ગ્રાહકોને ક્રીપ્ટોકરન્સી સંબંધિત ખોટી માહિતીથી બચાવવાના ઉદ્દેશ્યથી ઘડવામાં આવેલા ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ માર્કેટ્સ એક્ટના મુસદ્દા વિશે યુનાઇટેડ કિંગડમની સરકાર ચર્ચા કરવાની છે. બીજી બાજુ, ચીનનું ઉદ્યોગ અને માહિતી તંત્રજ્ઞાન ખાતું વર્ષ 2025 સુધીમાં બ્લોકચેઇન ડેવલપમેન્ટને લગતાં ધારાધોરણો સુધારવા માટે કાર્ય કરવાનું છે. બ્લોકચેઇન પ્રોટોકોલ અલગોરાન્ડે ભારતમાં વેબ3 ઇનોવેશનને વેગ આપવા માટે અલ્ગોભારત નામની પહેલ શરૂ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.04 ટકા (2,191 પોઇન્ટ) વધીને 38,444 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,253 ખૂલીને 38,733ની ઉપલી અને 36,046 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.