મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી 15 બપોરે ચાર વાગ્યા સુધીના 24 કલાકમાં 137 પોઇન્ટ વધ્યો છે. એના ઘટકોમાંથી એક્સઆરપી, બિટકોઇન, બિનાન્સ અને ટ્રોન બે ટકા સુધી વધ્યા હતા. પોલીગોન, કાર્ડાનો, લાઇટકોઇન અને ડોઝકોઇન બે ટકા સુધી ઘટ્યા હતા.
દરમિયાન, એક અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં 15 કરોડ કરતાં વધુ ક્રીપ્ટો યુઝર્સ હશે એવો અંદાજ છે. આંકડાની દૃષ્ટિએ ભારત અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને રશિયાને પાછળ મૂકી દેશે. અન્ય એક અહેવાલ જણાવે છે કે વિશ્વના સૌથી મોટા સાત લોકશાહી દેશોના સમૂહ – જી7ની આગામી બેઠકમાં ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગને લગતાં કડક નિયમો અને ધારાધોરણો ઘડવા માટે સહકાર સાધવામાં આવશે. બ્લૂમબર્ગે જણાવ્યું છે કે મોટી ચીની બેન્કો હોંગકોંગમાં ક્રીપ્ટોકરન્સી કંપનીઓને બેન્કિંગ સર્વિસીસ ઓફર કરવા ઉત્સુક છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.37 ટકા (137 પોઇન્ટ) વધીને 37,493 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,356 ખૂલીને 37,979ની ઉપલી અને 37,198 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.