મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વની મીટિંગમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે એવી આશાએ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સુધારો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.08 ટકા (455 પોઇન્ટ) વધીને 42,536 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,080 ખૂલ્યા બાદ 42,809ની ઉપલી અને 42,011ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં સોલાના, અવાલાંશ, પોલકાડોટ અને પોલીગોનમાં 3થી 7 ટકાની વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, બ્રાઝિલમાં યુએસડીટી સ્ટેબલકોઇન લોકપ્રિય બન્યો છે. ક્રીપ્ટોના કુલ વ્યવહારોમાં એનું પ્રમાણ 80 ટકા સુધી પહોંચ્યું છે. આમ, બિટકોઇનના વોલ્યુમની તુલનાએ યુએસડીટીનું પ્રમાણ વધ્યું છે. અહીં જણાવવું રહ્યું કે બ્રાઝિલની ક્રીપ્ટો માર્કેટમાં વૈશ્વિક અને સ્થાનિક એક્સચેન્જો ઓપરેટ કરે છે. બીજી બાજુ, બ્રિટન યુરોપિયન યુનિયનનાં ધોરણોને અનુરૂપ પોતે પણ ક્રીપ્ટોકરન્સીના નિયમન માટેનાં ધોરણો ઘડવાનું છે. એનો અમલ વર્ષ 2024માં કરવાનું આયોજન છે.