મુંબઈઃ વૈશ્વિક સ્તરે ડિજિટલ એસેટની માર્કેટમાં વોલેટિલિટી ચાલી રહી છે. જોકે, પાછલા ચોવીસ કલાકમાં થોડો સુધારો થયો છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 339 પોઇન્ટો વધારો થયો છે. એમાંના ઘટકોમાંથી સોલાના, અવાલાંશ અને પોલીગોનમાં ચાર ટકા સુધીની વૃદ્ધિ થઈ છે. ટ્રોન અને એક્સઆરપીમાં ઘટાડો થયો છે. માર્કેટનું કેપિટલાઇઝેશન 842 અબજ ડોલર થયું છે.
નોંધનીય છે કે બિનાન્સના સીઈઓ સીઝેડે ઉદ્યોગ માટે એક ભંડોળ બનાવવાની જાહેરાત કરી હતી અને એમાં રોકાણ કરવાનો અન્ય રોકાણકારોને અનુરોધ કર્યો હતો. ટ્રોનના સ્થાપક જસ્ટિન સને કહ્યું છે કે ટ્રોન, હુઓબી ગ્લોબલ અને પોલોનીક્સ આ પહેલમાં બિનાન્સને સપોર્ટ કરશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.4 ટકા (339 પોઇન્ટ) વધીને 25,106 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,767 ખૂલીને 25,347ની ઉપલી અને 23,553 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
24,767 પોઇન્ટ | 25,347 પોઇન્ટ | 23,553 પોઇન્ટ | 25,106 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 14-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |