બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 406મી કંપની લિસ્ટ થઈ

મુંબઈ તા. 14 નવેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 406મી કંપની તરીકે ડેપ્સ એડવર્ટાઈઝિંગ લિમિટેડ લિસ્ટ થઈ છે. ડેપ્સ એડવર્ટાઈઝિંગે રૂ.10ની મૂળ કિંમતના 17 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.30ની કિંમતે ઓફર કરી રૂ.5.10 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 3 નવેમ્બર, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ડેપ્સ એડવર્ટાઈઝિંગ ઉત્તર પ્રદેશસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કાનપુરમાં છે. કંપની એડવર્ટાઈઝિંગ એજન્સી તરીકેની સર્વિસીસ પૂરી પાડે છે. કંપની પ્રિન્ટથી લઈને ડિજિટલ, આઉટડોર, ટેલિવિઝન વગેરે દરેક માધ્યમોની એડવર્ટાઈઝિંગ સર્વિસીસ પૂરી પાડે છે. કંપનીના ગ્રાહકોમાં કંસ્ટ્રક્શન્સ, શિક્ષણ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ્સ, એફએમસીજી, જ્વેલરી, એપરલ, ઈન્સ્યુરન્સ, હાઉસિંગ, હોસ્પિટલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપનીઓ, એરલાઈન્સ, સરકારી સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.

પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર મુંબઈસ્થિત શ્રેણી શેર્સ પ્રાઈવેટ લિમિટેડ હતી.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 153 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થાળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 405 કંપનીઓએ રૂ.4,479 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 11 નવેમ્બર, 2022ના રોજ રૂ.63,000 કરોડ હતું.