આઇસી15 ઇન્ડેક્સ વધુ 379 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 મંગળવારે 379 પોઇન્ટ ઘટ્યો હતો, જેના ઘટકોમાંથી પોલીગોન, અવાલાંશ, યુનિસ્વોપ અને કાર્ડાનોમાં 2-3 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. ડોઝકોઇન અને લાઇટકોઇન અનુક્રમે 7 ટકા અને 2 ટકા વધ્યા હતા. ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 1.04 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.

નોંધનીય છે કે બિનાન્સ અને માસ્ટરકાર્ડે બ્રાઝિલમાં પ્રિપેઇડ ક્રીપ્ટો કાર્ડ લોન્ચ કર્યાં છે. બ્રાઝિલ વિશ્વની ક્રીપ્ટોની સૌથી મોટી માર્કેટમાં સામેલ ગણાય છે.

દરમિયાન, તુર્કીના રાજકીય વિપક્ષ ગ્રુપ – નેશન અલાયન્સે ક્રીપ્ટોકરન્સીના ઉપયોગમાં આગળ વધવા માટેના પોતાના સૈદ્ધાંતિક દસ્તાવેજની જાહેરાત કરી છે. તેઓ અનેક સરકારી સેવાઓમાં બ્લોકચેઇન અને ક્રીપ્ટોનો ઉપયોગ કરવા માગે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.15 ટકા (379 પોઇન્ટ) ઘટીને 32,569 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,948 ખૂલીને 33,068ની ઉપલી અને 31,951 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.