બીએસઈ-એસએમઈ પર ધરણી કેપિટલ સર્વિસીસ લિસ્ટ થઈ

મુંબઈ તા. 31 જાન્યુઆરી, 2023: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 414મી કંપની તરીકે કર્ણાટક સ્થિત ધરણી કેપિટલ સર્વિસીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. ધરણી કેપિટલ સર્વિસીસ મ્યુચ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસીસ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસીસ, રિયલ એસ્ટેટ બ્રોકરેજ સર્વિસીસ, ટેકનિકલ કન્સલ્ટન્સી અને આઉટસોર્સિંગનું કામકાજ કરે છે. કંપનીએ રૂ.1ની મૂળ કિંમતના  શેર, શેરદીઠ રૂ.20ની કિંમતે ઓફર કરી રૂ.10.74 કરોડ એકત્ર કર્યા હતા.

 

કંપનીનો પબ્લિક ઈશ્યુ 20 જાન્યુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 162 કંપનીઓ મુખ્ય બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 413 કંપનીઓએ રૂ.4,580 કરોડ એકત્ર કર્યા થે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 20 જાન્યુઆરી, 2023ના રોજ રૂ.64,000 કરોડ હતું.