મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારનો દિવસ ફ્લેટ રહ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15માં માત્ર 32 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આ ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, રિપલ, પોલકાડોટ અને લાઇટકોઇન 2થી 5 ટકાની રેન્જમાં ઘટ્યા હતા, જ્યારે શિબા ઇનુ, ડોઝકોઇન અને બિનાન્સમાં 0.5થી 3 ટકા સુધીનો વધારો થયો હતો. મોટાભાગના કોઇન ઘટ્યા હતા તથા માર્કેટ કેપિટલાઇઝેશન 819 અબજ ડોલર રહ્યું હતું.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ધરાવતું સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનું વોલેટ વિકસાવવા માટેનો કોન્ટ્રેક્ટ મેળવવા માગતી આશરે 20 કંપનીઓએ કરેલી પૃચ્છાનો બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જવાબ આપ્યો છે.
જી-7 દેશોના સમૂહે બીજા 20 દેશોની જેમ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી વિકસાવવાની દિશામાં કદમ ભર્યાં છે. 11 દેશો અત્યાર સુધીમાં આ ડિજિટલ કરન્સી શરૂ કરી ચૂકી છે. એનું માળખું તૈયાર કરી ચૂકેલા દેશોમાં ઇંગ્લેન્ડ, સિંગાપોર, સ્પેન અને સ્વિટઝરલેન્ડનો સમાવેશ થાય છે. અમેરિકાના ન્યૂ યોર્કમાં પણ એની રચના થઈ ચૂકી છે. ચીન આ વર્ષે દેશના અન્ય ભાગોમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની પહોંચ વધારશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.13 ટકા (32 પોઇન્ટ) ઘટીને 24,679 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,711 ખૂલીને 24,964ની ઉપલી અને 24,574 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.