આઇસી15 ઇન્ડેક્સમાં 895 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ પહેલાંના સાવધાનીભર્યા માહોલમાં બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 895 પોઇન્ટ ઘટ્યો હતો. ઇન્ડેક્સમાંથી સોલાના, પોલીગોન, ચેઇનલિંક અને યુનિસ્વોપ 3થી 7 ટકાની રેન્જમાં ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.094 ટ્રિલ્યન ડોલર થયું હતું.

એક અહેવાલ મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ નાઇજિરિયા પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ઈ-નાઇરામાં સુધારા-વધારા કરવા માટે પોતાનું સોફ્ટવેર વિકસાવવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, ન્યૂ યોર્ક ખાતેની બ્લોકચેઇન કંપની – ઈટોરોને બિટલાઇસન્સ મળ્યું છે. એની મદદથી કંપની ક્રીપ્ટોકરન્સી સર્વિસીસ પૂરી પાડી શકશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.56 ટકા (895 પોઇન્ટ) ઘટીને 34,063 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,958 ખૂલીને 34,978ની ઉપલી અને 33,699 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]