ટેસ્લા ખરીદવા ચર્ચા કરી નથીઃ ટીમ કૂક

ન્યૂયોર્કઃ એપલ કંપનીના સીઈઓ ટીમ કૂકે જણાવ્યું છે કે ટેસ્લા કંપનીનો ઈલેક્ટ્રિક કારનો નિષ્ફળ ગયેલો ધંધો ખરીદવા અંગે બે વર્ષ પહેલાં એમણે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે કોઈ પ્રકારની વાતચીત કરી નહોતી.

મસ્કે ગયા વર્ષના ડિસેમ્બરમાં ટ્વીટમાં જણાવ્યું હતું કે 2017માં એમની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની આર્થિક રીતે ડામાડોળ સ્થિતિમાં આવી હતી એ વખતે તેની મૂળ વેલ્યૂ કરતાં દસમા ભાગની કિંમતે વેચવાની પોતે ટીમ કૂકને ઓફર કરી હતી, પરંતુ એપલના સીઈઓ કૂકે એમને મળવાનો ઈનકાર કર્યો હતો. (પરંતુ, ટીમ કૂકે ગયા સોમવારે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે મસ્ક સાથે એમને ક્યારેય કોઈ ચર્ચા-વાતચીત થઈ જ નથી).