નવી દિલ્હીઃ આવનારા એક દશકમાં ભારત દુનિયાની ટોપ 3 મોટી આર્થિક શક્તિઓમાં સમાવિષ્ટ થઈ જશે. HSBC ગ્લોબલ રિસર્ચના એક તાજેતરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ભારત મોટી અર્થવ્યવસ્થાના મામલે 2030 સુધી જર્મની અને જાપાનને પાછળ છોડતા આગળ નીકળી જશે. આ મામલે ભારત અત્યારે પાંચમા સ્થાન પર છે.
રિપોર્ટ અનુસાર એક દશકમાં ચીનનું આર્થિક પ્રભુત્વ વધારે વધશે. પાડોશી દેશ અમેરિકાને પછાડીને દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે. HSBC ગ્લોબલ રિસર્ચના તાજા રિપોર્ટમાં આ સમયગાળામાં યૂરોપીય દેશોમાં વધારે નુકસાન થવાની વાત કરવામાં આવી છે.
HSBC ગ્લોબલ રિસર્ચ રિપોર્ટમાં આવનારા દશકમાં યૂરોપીય દેશો ડેનમાર્ક અને નોર્વેની વર્તમાન આર્થિક સ્થિતીમાં સૌથી વધારે ઘટાડો થવાની વાત કરી છે. ડેનમાર્ક, અને નોર્વે 10મા સ્થાને ખસકી જશે. બીજી તરફ આર્થિક પ્રગતીના મામલે એશિયાઈ દેશોનું પ્રદર્શન વિકસિત અર્થવ્યવસ્થાઓની તુલનામાં ઘણુ સારુ રહેવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આર્થિક પ્રગતીના મામલે બાંગ્લાદેશ અને ફિલીપીંઝને આવનારા દશકમાં સૌથી વધારે ફાયદો થવાની વાત કહેવામાં આવી છે. આ બંન્ને દેશ ઘણી વિકસીત અર્થવ્યસ્થાઓને પછાડતા નવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
ભારત સહિત એશિયાના ઘણા વિકસીત દેશોની આબાદીમાં યુવાઓની ભાગીદારી વધારે છે. HSBC ગ્લોબલ રિસર્ચના રિપોર્ટમાં કહેવાયું છે કે આ દેશોને કાર્યશીલ આબાદીમાં યુવાઓની ભાગીદારીનો ફાયદો પ્રાપ્ત થશે. વિકસિત દેશોની સ્થિતી અલગ છે. અમેરિકા, જાપાન, જર્મની સહિત અનેક વિકસિત દેશોની આબાદીની ,સરેરાશ ઉંમરંમાં સતત વૃદ્ધિ થઈ રહી છે જેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. રિપોર્ટ અનુસાર એવા દેશો કે જ્યાં પ્રતિ વ્યક્તિ જીડીપી ઓછો છે પરંતુ જનસંખ્યા તુલનાત્મક રુથી યુવા છે તે દેશોમાં વિકાસની ગતી અપેક્ષાપૂર્ણ રીતે વધારે રહેશે.
HSBC ગ્લોબલ રિસર્ચના રિપોર્ટમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતી ધીમી રહેવાની વાત કહેવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આવનારા એક દશકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર 3 ટકાથી ઓછો રહેશે. છેલ્લા એક દશકમાં વૈશ્વિક જીડીપીમાં વિકાસશીલ દેશોની ભાગીદારી આશરે 50 ટકા સુધી રહેશે. તો આવનારા દશકમાં આ 70 ટકા સુધી પહોંચશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.