નવી દિલ્હી: આજના યુગમાં સેવિંગ ખૂબ જરૂરી છે. સેવિંગ માટે પીપીએફ(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)માં માર્કેટના અન્ય રિસ્ક નથી હોતા. સરકારી સ્કીમ હોવાથી એમાં વ્યાજ પણ સારું મળે છે ને સાથે ટેક્સમાં પણ બેનિફિટ મળે છે.
સરકારની પીપીએફ સ્કીમમાં એક આર્થિક વર્ષમાં વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ વિભાગના નિયમ પ્રમાણે વર્ષે 1.50 લાખ રૂપિયાના રોકાણ પર તમને ટેક્સમાં છૂટ મળે છે.
આ સ્કીમ ઈ-ઈ-ઈ એટલે છૂટ-છૂટ-છૂટ શ્રેણીની સ્કીમ ગણાય છે, કારણ કે એમાં રોકાણ વખતે, વ્યાજ પર અને મેચ્યોરિટી વખતે એમ ત્રણેય તબક્કે ટેક્સમાં છૂટ મળે છે. જાન્યુઆરી 2020થી માર્ચ 2020 સુધી પીપીએફ પર 7.9 ટકા વ્યાજ સરકાર તરફથી અપાઈ રહ્યું છે.
પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટીનો સમય 15 વર્ષ છે, જેને પાંચ-પાંચ વર્ષ માટે બેવાર લંબાવી શકાય છે. એ માટે મેચ્યોરિટીના વર્ષે ફોર્મ 15એચ ભરવું પડે છે.
આમ આ સ્કીમમાં સળંગ પચ્ચીસ વર્ષ દર વર્ષે 1.5 લાખના રોકાણથી પચ્ચીસ વર્ષ પછી મળનારી મેચ્યોરિટીની રકમ વ્યાજ સાથે સવા કરોડને પણ આંબી જાય છે.