નવી દિલ્હી- જીએસટી કાઉન્સીલની શુક્રવારે 23મી બઠક મળી હતી, તેમાં કેટલાક મહત્વના નિર્ણયા લેવાયા હતા. આ બેઠકમાં હોટલમાં જમવા પર જે ટેક્સ લાગતો હતો તેને ઘટાડી દેવામાં આવ્યો છે એટલા માટે હવે હોટલનું ટોટલ બીલ 5 થી 6 ટકા સસ્તું થઈ ગયું છે. કાઉન્સીલે તમામ હોટલોમાં જમવા પર 18ની જગ્યાએ 5 ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી 1 કરોડ અથવા તેનાથી વધારે રેવન્યુ વાળી હોટલો ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી લઈ શકે. જીએસટી કાઉન્સીલનું માનવું છે કે હોટલો ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો ગ્રાહકોને પાસ નહોતી કરી રહી. નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે હોટલ માલિકો ગ્રાહકોને ઈનપુટ ટેક્સનો ફાયદો નહોતા આપતા એટલા માટે તેઓ આ પ્રકારનો લાભ ઉઠાવી ન શકે.
હોટલ માલિક કાઉન્સીલના લોકો આ નિર્ણયની ખૂબ ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય બાદ મેન્યુ. પ્રાઈઝમાં 6 ટકાનો જ વધારો થઈ શકે કારણ કે સરકારે ઈનપુટ ટેક્સ ક્રેડિટને પાછી લઈ લીધી છે. જો હોટલ માલીકોએ પોતાના પર આવેલા આ ભારણને ગ્રાહકો પાસેથી વસુલવાનો નિર્ણય કર્યો, તો જે વસ્તુની કીંમત 500 રૂપિયા છે તેના મટે 530 રૂપિયા ચૂકવવા પડશે. જો કે અત્યાર સુધી 18 ટકાના દરથી 90 રૂપિયા ટેક્સની સરખામણીએ 500 રૂપિયાની વસ્તુ પર નવા દરથી ટેક્સ ઘટીને 26.50 રૂપિયા થઈ જશે. આ પછી ગ્રાહકોને 500 રૂપિયાની વસ્તુ માટે 590ની જગ્યાએ 556.30 રૂપિયા આપવા પડશે. આમાં 26.50 રૂપિયા ટેક્સ સિવાય મેનુમાં 6 ટકાનો વધારો સમાવિષ્ટ છે.