નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂક કરવામાં આવી છે જે આ મામલે પોતાનો રિપોર્ટ આપશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ટેક્સપેયર અને સરકાર વચ્ચે વિશ્વાસ વધારવાનો છે.
– ઈમાનદાર ટેક્સ પેયરને રાજ્યોના ગવર્નર સાથે ચા પીવાની તક પ્રાપ્ત થશે
– એરપોર્ટ ચેકઈન કરવામાં છૂટ આપવામાં આવી શકે છે
– એરપોર્ટ પર લોંજના એક્સેસમાં છૂટ મળી શકે છે
– પાસપોર્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે
– ડેડીકેટેડ ટોલ લેનમાં છૂટ આપવા મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વર્ષ 2004 પહેલા પણ ઈમાનદાર ટેક્સપોયરને રિવોર્ડ આપતું રહ્યું છે. આ યોજનાનું નામ સન્માન હતું. પરંતુ વર્ષ 2004 બાદ યોજના યોગ્ય રીતે આગળ ન વધી શકી. ત્યારે આ વચ્ચે બ્લેક મની અને બેનામી સંપત્તિ માટે કાયદો આવ્યો. આવામાં ઈમાનદાર ટેક્સ પેયરમાં પણ ભરોસો કાયમ કરવાને લઈને સરકાર ફરીથી આ યોજના શરુ કરવા જઈ રહી છે.