હોન્ડા અને સુઝૂકીએ પાછી મંગાવી લાખો ગાડીઓ, સામે આવી ક્ષતિ

નવી દિલ્હીઃ જાપાનની પ્રમુખ વાહન કંપની હોન્ડા ભારત સહિત દુનિયાભરમાં પોતાની એકોર્ડ સેડાન કારને પાછી મંગાવી રહી છે. આ પ્રકારની જાપાનની એક અન્ય કાર નિર્માતા કંપની સુઝૂકીએ સ્થાનિક સ્તર પર મોકલેલા 20 લાખ વાહનોને પાછા મંગાવવાની જાહેરાત કરી છે. જો કે બંન્ને કંપનીઓના નિર્ણયનું કારણ અલગઅલગ છે.

હોન્ડા દ્વારા ભારતમાં પોતાની એકોર્ડ સેડાન કારની 3,669 જેટલી પાછી મંગાવવાની વાત કહી છે. હકીકતમાં 2003 થી 2006ના વર્ષ વચ્ચે નિર્મિત હોન્ડા સેડાન કારની સામેની સીટ પર ક્ષતીયુક્ત એરબેગની વાત સામે આવી છે. આ જ કારણ છે કે કંપનીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે. એસસીઆઈએલના એક નિવેદન અનુસાર આખા ભારતમાં ડોન્ડા ડીલરશિપ કેન્દ્રના માધ્યમથી એરબેગને બદલવાનું કાર્ય ફ્રી માં કરી આપવામાં આવશે. તો આ સીવાય હોન્ડાએ માત્ર ભારત માટે આ નિર્ણય કર્યો છે.

એક અન્ય જાપાની કાર નિર્માતા કંપની સુઝુકીએ ઘરેલૂ સ્તર પર મોકલવામાં આવેલા 20 લાખ વાહનોને પાછા મંગાવવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે આ વાપસી ઈંધણની ક્ષતાના ખોટા આંકડા સહિત વિભિન્ન ક્ષતીના કારણે કરવામાં આવી રહી છે. આ વાપસી 4 વર્ષ અથવા તેનાથી ઓછા સમય સુધી ચાલનારા વાહનો માટે થઈ રહી છે જેની હજી સુધી તપાસ થઈ નથી. ગત સપ્તાહે સુઝુકીએ સ્વીકાર કર્યો કે એક આંતરિક સમીક્ષામાં પોતાના કારખાઓમાં બ્રેકની ખોટી તપાસ, ઈંધણ ક્ષમતાના આંકડા તેમજ અંતિમ નિરીક્ષણ કરનારા અપ્રમાણિત કર્મચારી સહિત ઘણી સમસ્યાઓ પ્રાપ્ત થઈ હતી.

વાહનોની આ પ્રકારે વાપસીથી કંપની પર આશરે 71.5 કરોડ ડોલરનો ખર્ચ આવવાની શક્યતા છે.